Political/ UP માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઓપી રાજભરને યાદ આવ્યા જિન્ના, કહ્યુ- જો તે પ્રથમ PM હોત તો વિભાજન ન થયું હોત

આવતા વર્ષે (2022) ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. રોજ નેતાઓનાં અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા છે.

Top Stories India
O P Rajbhar

આવતા વર્ષે (2022) ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. રોજ નેતાઓનાં અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા છે, જેમા ઘણા એવા નિવેદન પણ છે કે જે સાંભળી કોઇપણ ચોંકી જાય. તાજેતરમાં આવુ જ કઇંક નિવેદન સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનાં રાષ્ટ્રીય ઓપી રાજભરે આપ્યુ છે.

આ પણ વાંચો – Political / દેશમાં વધતી મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી કરશે આંદોલન, આ તારીખથી શરૂ થશે જન જાગરણ અભિયાન

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા જિન્નાની એન્ટ્રી થઇ ગઇ છે. જણાવી દઇએ કે, મહાદેવની નગરી વારાણસીમાં 15 નવેમ્બરે વંચિત, પછાત, દલિત અને લઘુમતીઓની મહાપંચાયત છે. રાષ્ટ્ર ઉદય પાર્ટી બાબુ રામ પણ 26મી નવેમ્બરે જગતપુરા ઇન્ટર કોલેજ ગ્રાઉન્ડ ખાતે વંચિત પછાત દલિત મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે. તેમની તૈયારીઓને લઈને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનાં રાષ્ટ્રીય ઓપી રાજભર બુધવારે વારાણસી પહોંચ્યા હતા. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ઓપી રાજભરે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વર્ષ 2022માં BJP ખતમ થઈ જશે. અનિલ રાજભરની ટિપ્પણી પર તેમણે કહ્યું કે તે (અનિલ રાજભર) એક બાળક છે. તેમને સમાજની કોઈ જાણકારી નથી. જો બાળક નિર્દોષ હોય, તો તે ભૂલ કરે છે. મુખ્તાર અન્સારી વિશે અનિલ રાજભરની ટિપ્પણી પર ઓપી રાજભરે સવાલ પૂછ્યો હતો કે, કોર્ટમાં ગુનેગાર સાબિત થયા વિના મુખ્તાર અંસારીને અપરાધી કેવી રીતે કહી શકાય? જ્યારે મુખ્તાર અંસારી માયાવતીની પાર્ટીમાં જોડાયા હતા ત્યારે માયાવતીએ કહ્યું હતું કે તે માફિયા નથી, ગરીબોનાં મસીહા છે. એક મહિના પહેલા ભાજપનાં ડઝનબંધ કાર્યકરો આશીર્વાદ લેવા જેલનાં દરવાજા પર ગયા હતા. આ એક એવો દરવાજો છે જ્યાં ભાજપ સહિત કોઈપણ પક્ષ આશીર્વાદ લીધા વિના યુપીમાં કંઈ સારું કરી શકતો નથી. પોતાના અને મુખ્તાર અંસારીનાં સંબંધો પર સુભાસપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ઓપી રાજભરે કહ્યું કે, તેમનો સંબંધ 19 વર્ષથી છે. મુખ્તાર અંસારી સાથે ચૂંટણી ગઠબંધન પર, હવે જાહેરાત થવા દો, તેના વિશે હજી કોઈ ચર્ચા નથી. ઓપી રાજભરે કહ્યું કે, જો ભાજપ પાસે બહુમતી કરતા બે બેઠકો ઓછી હોય અને તેમને ખબર પડે કે મુખ્તાર અન્સારી પાસે બે ધારાસભ્યો છે, તો ભાજપ જઈને તેમનો પગ પકડી લેશે.

આ પણ વાંચો – લખનઉ / તત્કાલિન સપા સરકારનાં કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિ સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષી

સમાજવાદી પાર્ટીનાં સુપ્રીમો અખિલેશ યાદવનાં જિન્ના પરનાં નિવેદન પર ઓપી રાજભરે કહ્યું કે, તેમણે સાચું કહ્યું છે. ભાજપ નિવેદનોને વિકૃત કરે છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી પણ જિન્નાનાં વખાણ કરતા રહ્યા છે. જો જિન્નાને ભારતનાં પ્રથમ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો વિભાજન ન થયું હોત. વળી એવો સવાલ પૂછવામાં આવ્યો કે CM યોગી કહે છે કે બધા ગુંડા-માફિયા યુપીમાંથી ભાગી ગયા. તે યુપી ક્યાંથી આવ્યા હતા? ઓપી રાજભરે કહ્યું કે, UP માં આગામી સરકાર અખિલેશ યાદવની જ બનશે. CM યોગી આદિત્યનાથનાં 300 પ્લસ બેઠકનાં નિવેદન પર તેમણે કહ્યું કે, તેનો અર્થ એ છે કે BJP 300 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે પેટ્રોલ વેચશે.