Not Set/ દિલ્હી ચૂંટણી પહેલા/ અજમેરી ગેટ પરથી ચેકિંગ દરમિયાન, એક વાહનમાંથી મળી આવ્યા 1 કરોડ રૂપિયા

રાજધાની દિલ્હીનાં અજમેરી ગેટ પરથી પોલીસને એક વાહનમાંથી એક કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આવકવેરા વિભાગનાં અધિકારીઓએ આ કેસમાં તપાસ શરૂ કરી છે. વાહનનાં ચાલક આઝાદસિંહ, માલિક આદિત્ય અગ્રવાલ અને તપન જૈનની પૂછપરછ કરવામાં આવી રહી છે. આટલી મોટી રકમ એવા સમયે જપ્ત કરવામાં આવી છે જ્યારે રાજધાનીમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે બહુ ઓછો […]

Top Stories India
Police Checking Money દિલ્હી ચૂંટણી પહેલા/ અજમેરી ગેટ પરથી ચેકિંગ દરમિયાન, એક વાહનમાંથી મળી આવ્યા 1 કરોડ રૂપિયા

રાજધાની દિલ્હીનાં અજમેરી ગેટ પરથી પોલીસને એક વાહનમાંથી એક કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આવકવેરા વિભાગનાં અધિકારીઓએ આ કેસમાં તપાસ શરૂ કરી છે. વાહનનાં ચાલક આઝાદસિંહ, માલિક આદિત્ય અગ્રવાલ અને તપન જૈનની પૂછપરછ કરવામાં આવી રહી છે. આટલી મોટી રકમ એવા સમયે જપ્ત કરવામાં આવી છે જ્યારે રાજધાનીમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે બહુ ઓછો સમય બાકી રહ્યો છે.

મળતી માહિતી મુજબ કમલા માર્કેટ પોલીસ મથકે અજમેરી ગેટ પાસે વાહનોની તપાસ કરતાં મંગળવારે રાત્રે BMW કારમાંથી આ પૈસા કબજે કર્યા હતા. પોલીસે આ અંગેની માહિતી આવકવેરા વિભાગનાં અધિકારીઓને આપી હતી. હવે આ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, પૈસા ચાંદની ચોકથી આગ્રા લઇ જવામા આવી રહ્યા હતા. આવકવેરા વિભાગ અને પોલીસ અધિકારીઓ વિગતવાર આ મામલે તપાસ કરવામાં વ્યસ્ત છે. જોકે, કમલા માર્કેટ પોલીસ સ્ટેશને આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધ્યો નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, કારમાં પાછળની સીટ પર બેગ રાખવામાં આવી હતી. જેમાં એક કરોડ રૂપિયા મળી આવ્યા હતા. બધી નોટો 2000 અને 500 ની હતી. પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક પોલીસ મથકે જાણ કરી. તપાસમાં ખુલ્યું હતું કે આ કાર પરિવહન વિભાગની કચેરી, આગ્રાથી એજી શેયર્સ સિક્યુરિટી તરીકે નોંધાઈ હતી. આ પહેલા 13 જાન્યુઆરીએ સર્વેલન્સ ટીમને અર્જુન નગરમાં મોટી રોકડ રકમ મળી હતી. અહીંના એક ઉદ્યોગપતિ પાસેથી 49 લાખ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. કૃષ્ણા નગર મત વિસ્તારનાં નિયમિત નિરીક્ષણ દરમિયાન ચૂંટણી મોનિટરિંગ ટીમે આ પૈસા કબજે કર્યા હતા. આ કિસ્સામાં, વેપારીએ દાવો કર્યો હતો કે તે આ નાણાં કોઈ વ્યવસાયિક હેતુ માટે લઈ જઇ રહ્યો હતો.

આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. આ વખતે આપ એ પોતાના કામનાં જોરે લોકો પાસેથી મત માંગ્યા છે. આ પહેલા 2015 ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70 માંથી 67 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી અને કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.