Bollywood/ ફિલ્મમાં કિસિંગ સીન કરતા પહેલા દીપિકા પાદુકોણે પતિ રણવીરની લીધી હતી પરમિશન? અભિનેત્રીએ ટ્રોલર્સએ આપ્યો આ જવાબ 

ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ દીપિકાને તેના બોલ્ડ સીન્સ અંગે ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા અને તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

Entertainment
કિસિંગ

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ ગહરાઈયાં ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે જેમાં તે  સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કરવા સાથે જોવા મળશે. દીપિકા આ ​​ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે કારણ કે તેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. શકુન બત્રાની આ ફિલ્મમાં દીપિકાએ એક્ટર સિદ્ધાંત સાથે ઘણા કિસિંગ અને રોમેન્ટિક સીન્સ આપ્યા છે, જેણે ચાહકોને ચોંકાવી દીધા હતા.

આ પણ વાંચો :મુનમુન દત્તાની પોલીસે કરી ધરપકડ, આ કેસમાં કરવામાં આવી પૂછપરછ

a 54 ફિલ્મમાં કિસિંગ સીન કરતા પહેલા દીપિકા પાદુકોણે પતિ રણવીરની લીધી હતી પરમિશન? અભિનેત્રીએ ટ્રોલર્સએ આપ્યો આ જવાબ 

ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ દીપિકાને તેના બોલ્ડ સીન્સ અંગે ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા અને તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. કેટલાક યુઝર્સ એ જાણવા માંગતા હતા કે ફિલ્મમાં દીપિકાના રોલ પર તેના પતિ અને અભિનેતા રણવીર સિંહનું શું કહેવું છે? તો સાથે જ કેટલાક યુઝર્સ એ જાણવા માગતા હતા કે શું તેણે ફિલ્મમાં બોલ્ડ કિસિંગ સીન આપતા પહેલા રણવીર પાસેથી ‘પરમિશન’ લીધી હતી? હવે દીપિકાએ આ ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપી છે.

દીપિકા પાદુકોણે આપી પ્રતિક્રિયા

દીપિકાએ તાજેતરમાં એક ખાનગી મધ્યમ સાથે વાત કરી અને આ વિશે કહ્યું, ‘અમે આના પર પ્રતિક્રિયા  આપી રહ્યા છીએ, તે ખૂબ જ મૂર્ખ છે.’ અભિનેત્રીએ કહ્યું કે તે ખૂબ જ મૂર્ખ લાગે છે જ્યારે કોઈ ટ્રોલર પૂછે છે કે શું તેણે આ ફિલ્મ કરવા માટે રણવીર પાસેથી પરવાનગી લીધી છે. અભિનેત્રીએ કહ્યું, ‘હું અમારા વિશે વિચારું છું અને તે સૌથી મહત્વની બાબત છે. હું ટિપ્પણીઓ વાંચતી નથી. અને હું જાણું છું કે તેણે (રણવીર) પણ વાંચ્યું નથી. મને લાગે છે,  તે ખૂબ ખરાબ લાગે છે.’ નોંધનીય છે કે ફિલ્મ ગહરાઈયાંનું ટ્રેલર રિલીઝ થયા બાદ રણવીરે દીપિકા પાદુકોણની ફિલ્મનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને તેના વખાણ કર્યા હતા.

a 55 ફિલ્મમાં કિસિંગ સીન કરતા પહેલા દીપિકા પાદુકોણે પતિ રણવીરની લીધી હતી પરમિશન? અભિનેત્રીએ ટ્રોલર્સએ આપ્યો આ જવાબ 

ફિલ્મ વિશે વાત કરીએ તો ‘ ગહરાઈયાં’ની વાર્તા ખૂબ જ રોમાંચક છે. આ ફિલ્મમાં દીપિકા (અલિશા) અને અનન્યા (ટિયા) બહેનો તરીકે છે. બંને અલગ જીવન જીવે છે અને પાર્ટનર છે પરંતુ અલીશા અને ટિયાના મંગેતર ઝૈન (સિદ્ધાંત ચતુર્વેદી)નું અફેર છે. પહેલેથી જ તેમના અન્ય પાર્ટનર સાથે સંબંધ હોવા છતાં, બંને એકબીજાના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ દીપિકા-સિદ્ધાંતના કિસિંગ અને રોમેન્ટિક સીન્સથી ભરપૂર છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કરવા મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ ભારતમાં તેમજ વિશ્વના 240 દેશોમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર 11 ફેબ્રુઆરી, 2022ના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો :બેસ્ટસેલરથી ડિજિટલ ડેબ્યૂ કરશે મિથુન ચક્રવર્તી, દમદાર ટ્રેલર રિલીઝ

આ પણ વાંચો :ભારતની ડોક્યુમેન્ટ્રી ‘રાઈટીંગ વિથ ફાયર’ ઓસ્કારમાં નોમિનેટ,જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :ઓસ્કાર નોમિનેશનની થઇ જાહેરાત,આ કલાકારોને શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી તરીકે નોમિનેટ કરવામાં આવ્યા,જાણો