મુંબઇ
બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત ‘બકેટ લિસ્ટ’ ફિલ્મ સાથે મરાઠી ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહી છે. બકેટ લીસ્ટમાં માધુરી સાથે રણવીર કપૂર વિશેષ ભૂમિકામાં જોવા મળશે. આ મરાઠી ફિલ્મ છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મથી માધુરી મરાઠી ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. 1999માં માધુરીએ ડોકટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી દીધા હતા, ત્યારબાદ માધુરીએ આ જા નચ લે ફિલ્મથી કમબેક કર્યું હતું.એ પછી માધુરીએ ગુલાબ ગેંગ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
માધુરીએ રણવીર કપૂરની ફિલ્મ યે જવાની દિવાનીમાં આઇટમ સોંગ પણ કર્યું હતું અને એ પછી આ બંને સ્ટાર વચ્ચે સારા રિલેશન થયા ચુક્યા છે.માધુરીની આ ફિલ્મ માટે રણવીરને સ્પેશ્યલ અપીરીયન્સની ઓફર કરવામાં આવી હતી. બકેટ લીસ્ટમાં ફીલ્મના ડાયરેક્ટર છે પ્રભા વિજય દેઓસ્ક છે. રણવીરે આ ફિલ્મ માટે સિન્સ પણ શૂટ કરી રાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલ જાણીતી અભિનેત્રીઓ ફિલ્મોમાં કમબેક કરી રહી છે. રાણી મુખર્જીએ ફિલ્મ મર્દાનીથી તો રવિના ટંડન ફિલ્મ માતર અને ઉર્મિલા માતોંડકર ફિલ્મ બ્લેકમેલ થી કમબેક કરી રહી છે.