ડેલ્ટા વેરિયન્ટ કરતા વધુ ઝડપથી ફેલાતા ઓમિક્રોનને લઈને સમગ્ર વિશ્વમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓમિક્રોનના સંભવિત દર્દીઓ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
- ઓમિક્રોન સામે સિવિલ હોસ્પિટલ સજ્જ
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરાયો
- ઓમિક્રોનની રાજ્યમાં એન્ટ્રી થતાં સિવિલ સત્તાધીશો હરકતમાં
- 1200 બેડમાં ઓમિક્રોન વોર્ડ ઉભો કરી 25 બેડની વ્યવસ્થા
- બેડ પર વેન્ટિલેટર સહિતની સુવિધા તૈયાર કરવામાં આવી
રાજ્યમાં મળી આવેલા ઓમીક્રોન વાયરસ મામલે અમદાવાદમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એશિયાની સૌથી મોટી સિવિલના 1200 બેડમાં ઓમીક્રોન વોર્ડ ઉભો કર્યો છે. જેમાં વિદેશથી આવેલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા બાદ ઓમીક્રોનવોર્ડમાં આઇસોલેટ રાખવામાં આવશે. આ વોર્ડમાં 25 બેડ અલગથી ઉભા કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ઓમીક્રોનનું સંકમણ વધ્યું તો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ પ્રશાસન પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્ય સરકારના આદેશ બાદ સિવિલ હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે. WHOના જણાવ્યા મુજબ કોરોનાનો ઓમીક્રોન વેરિયન્ટ સૌથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. જેથી વિદેશથી કોઈ પણ લોકો આવે અને તે ઓમીક્રોન વેરિયન્ટ સંકમિત હોય તો અમદાવાદમાં પણ ઓમીક્રોનનું સંકમણ વધી શકે છે. જેથી અગામચેતીના ભાગરૂપે અલાયદી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં હાલ ઓમીક્રોન વેરિયન્ટનો એક પણ દર્દી દાખલ નથી. પણ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અન્ય દેશમાંથી આવતા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણીને જે તે દર્દીઓના rtpcr ટેસ્ટ કરવામાં આવશે. જો તે વ્યકિત પોઝિટિવ આવશે તો તેને અલગ વોર્ડમાં રાખવામાં આવશે.
કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી. જેમાંથી કંઈક શીખીને હોસ્પિટલના તંત્ર દ્વારા ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખી ખાસ તૈયારીઓ કરી લીધી છે. ઓમિક્રોનના કેસ વધે તે પહેલા સિવિલનું તંત્ર સજ્જ થયું.
ગુજરાત / પાટીદારો પરના તમામ કેસો પાછા ખેંચાશે, શહીદના પરિવારને નોકરી આપવામાં આવશે : CMનું આશ્વાસન
સેવા પરમો ધર્મ / જામનગરનો યુવાન વતનની વહારે, નોકરીમાં રજા મૂકી ઉમેદવારોને આપે છે ટ્રેનિંગ
Crime / MLAને અપમાનિત કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં કરાઇ પોસ્ટ, અજાણ્ય શખ્સ વિરૂધ નોંધાઈ ફરિયાદ
પૌરાણિક કથા / ખરમાસમાં ઘોડાને સ્થાને ગધેડા સૂર્યદેવનો રથ હંકારે છે, ખૂબ જ રસપ્રદ છે કથા
મહાભારત / અભિમન્યુ કયા ભગવાનનો અવતાર હતો, જન્મ પહેલાં જ તેનું મૃત્યુ કેમ નક્કી થઈ ગયું?
હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો
