#TokyoOlympic2021/ મેડલ જીતતા પહેલા ઓસ્ટ્રેલિયન એથ્લેટ જેસિકા બોટ રીપેર કરવા કર્યું એવું કે તે જાણીને..

ઓસ્ટ્રેલિયન એથ્લેટ જેસિકા ફોક્સનો છે, જે કેનોઇંગમાં ભાગ લઈ રહી છે. 27 વર્ષની જેસિકાએ પેહલા મહિલા C1 ઓલિમ્પિક ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે…

Trending Sports
ઓસ્ટ્રેલિયન એથ્લેટ જેસિકા

ખેલોનો મહાકુંભ હાલ ટોકિયોમાં ચાલી રહ્યો છે, ત્યારે આ મહાકુંભને લઈને અનેક ચર્ચાઓ છે. હાલમાં આ રમતોના કુંભમાં તમામ દેશોના ખેલાડીઓ પોતપોતાની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીતવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ વચ્ચે ઓલમ્પિકને લઈ સંબંધિત રસપ્રદ વિડીયોઝ અને તસવીરો છવાઈ ગઈ છે.

આ પણ વાંચો :તો શું કોઇ ભૂતે આ બેટ્સમેનને આઉટ કર્યો? Video જોઇ ચોંકી જશો

આ જ પ્રકારનો એક વિડીયો ઓસ્ટ્રેલિયન એથ્લેટ જેસિકા ફોક્સનો છે, જે કેનોઇંગમાં ભાગ લઈ રહી છે. 27 વર્ષની ઓસ્ટ્રેલિયન એથ્લેટ જેસિકાએ પેહલા મહિલા C1 ઓલિમ્પિક ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 6 ઠ્ઠા દિવસે તેના વિરોધીઓને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ ફાઇનલ પહેલા, અચાનક એક પ્રસંગ બન્યો જ્યારે ફોક્સ અને તેની ટીમે એવી વસ્તુની મદદથી ઇમરજન્સી ફિક્સિંગ કરવું પડ્યું કે જેનો દૂર દૂર સુધી પણ કેનોઈંગ સાથે કોઈ સંબંધ નોહતો.

આ અંગે ઓસ્ટ્રેલિયન એથ્લેટ જેસિકા ફોક્સે જણાવ્યું હતું કે, તેઓએ એક પ્રકારની બોટને રિપેર કરવા માટે કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ડેમેજ બોટ પર એક પ્રકારનની કાળી પુટ્ટી બનાવે છે. પછી તે કોન્ડોમ કાઢે છે અને પુટ્ટીને ઠીક કરવા માટે તેના પર લગાવી દે છે.

આ પણ વાંચો :બોક્સિંગમાં ભારતનો મેડલ પાક્કો, લવલિના બોરગોહે સેમીફાઈનલમાં પહોંચી

બીજી બાજુ લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે પરંતુ તેના પર વિવિધ પ્રકારની કૉમેન્ટ્સ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ કોન્ડોમથી નુકસાન પામેલી બોટને ઝડપથી ફિક્સ કરવાની પદ્ધતિને યુઝર્સ ખૂબ પસંદ કરે છે.

આ પણ વાંચો :પ્રથમ વખત ઓલિમ્પિકમાં પ્રવેશ કરી રહેલી સિમરનજીત કૌર પહેલા જ મુકાબલામાં હારી