Not Set/ સવારે ખાલી પેટે લસણ ખાવાના થશે ઘણા ફાયદા

ભારતીય ખોરાકામાં લસણનું આગવું મહત્વ છે. આયુર્વેદની રીતે તેમજ ભોજનમાં સ્વાદ વધારવા લસણ ઘણું જ ઉપયોગી મનાય છે. આમ તો સ્વાસ્થયની દ્રષ્ટિએ પણ લસણનું સેવન  આવશ્યક મનાય છે. તેથી  દરેક રસોઈમાં લસણનો સમાવેશ કરવામાં આવે છે જેથી કરીને તેની થોડી થોડી માત્રા જો શરીરમાં જાય તો ઘણા રોગોનો ઉગતા જ ડામી શકાય છે અને ઘણા […]

Food Health & Fitness

ભારતીય ખોરાકામાં લસણનું આગવું મહત્વ છે. આયુર્વેદની રીતે તેમજ ભોજનમાં સ્વાદ વધારવા લસણ ઘણું જ ઉપયોગી મનાય છે. આમ તો સ્વાસ્થયની દ્રષ્ટિએ પણ લસણનું સેવન  આવશ્યક મનાય છે. તેથી  દરેક રસોઈમાં લસણનો સમાવેશ કરવામાં આવે છે જેથી કરીને તેની થોડી થોડી માત્રા જો શરીરમાં જાય તો ઘણા રોગોનો ઉગતા જ ડામી શકાય છે અને ઘણા રોગનો ઉપચાર પણ તેના દ્વારા જ કરી શકાય છે તો ચાલો આજે જાણીએ કે લસણ કેવી રીતે વધારે ફાયદાકારક બની શકે છે.

સવારનું સેવન કરશે વધુ ફાયદો

લસણ આમ તો લોકો શાકભાજીમાં વધાર કરીને કે સાંતળીને ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો તેને આરોગ્ય માટે જ સેવન કરવું હોય તો તમે લસણનું સેવન કરવા માટે સવારનો સમય પસંદ કરો એ વધારે યોગ્ય રહેશે. આર્યુવેદમાં લસણ એ ઔષધિ સમાન મનાયું છે . તેથી જો સવારે ખાલી પેટે લસણનું સેવન કરશો તો તમારા આરોગ્યમાં વધારે ફાયદો થશે.

હાઇ બીપી થશે ઓછુ

લસણના સેવનથી હાઇ બીપીમાં આરામ મળે છે. વાસ્તવમાં લસણ બ્લડ સરક્યુલેશનને નિયંત્રણમાં રાખે છે. માટે જ ઉંચા રક્ત ચાપ એટલે કે હાઇ બીપીની સમસ્યાનો સામનો કરતા દર્દીઓને  સવારે ખાલી પેટે લસણની ત્રણેક કળીઓ ખાવાની સલાહ આપવામાં આવે છે.

પેટની બિમારી થશે દૂર

પેટ સાથે જોડાએલી કોઈ પણ સમસ્યા હોય. તે પછી કબજિયાત હોય કે અપચો. લસણનો ઉપયોગ આ સમસ્યાને નાથવામાં અકસીર છે.  પેટની સમસ્યાના ઇલાજ માટે લસણનો ઉપયોગ કરવો હોય તો તે આ રીતે થઈ શકે છે.  પાણી ઉકાળીને તેમાં  લસણની ચારેક કળીઓ નાખવી. અને પછી આ હૂંફાળું પાણી  ખાલી પેટે પી લેવું જોઈએ.  આ ઉપાયને કારણે  ડાયેરિયા તથા કબજિયાતમાંથી છૂટકારો મળે છે.

હૃદય રહેશે હેલ્ધી

હૃદય સંબંધિત બિમારીઓ માટે તો લસણ આશીર્વાદ છે તે અનેક સર્વેમાં સાબિત થઈ ચૂક્યું છે.  લસણમાં એવા ગુણ છે જે નસોમાં લોહીને જામવા નથી દેતું. તેથી હાર્ટ એટેક હોય કે પછી હાર્ટને લગતી અન્ય કોઈ પણ સમસ્યા, તેમાં ડોક્ટર લસણ અને લસણની ગોળી ખાવાની ભલામણ કરતા હોય છે.

પાચનતંત્રમાં  થશે સુધારો

ખાલી પેટે લસણની કળીઓ ચાવી જવાથી  તમારી પાચનક્રિયા સુધરે છે. અને તમને ભૂખ પણ લાગે છે.શરદી ખાંસીમાં થશે આરામ સવારે લસણ ખાવાથી શદી ,ખાંસી,કફ ,ન્યુમોનિયા, બ્રોકાઇટિસ અને અસ્થમામાંથી છૂટકારો મળે છે.

લસણનું સેવન કર્યા બાદ કરો આ કામ

લસણ એ એવી વસ્તુ છે જેમાંથી તીવ્ર વાસ આવે છે તેથી ઘણાને એ સમસ્યા રહે છે કે તે ખાધા બાદ મોંમાંથી વાસ આવે છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા  માઉથ ફ્રેશનર સાથે રાખવું જોઈએ. ખાસ કરીને જેઓ સતત મિટિંગ અને ફિલ્ડ વર્કમાં વ્યસ્ત રહેતા હોય તેમના માટે એ જરૂરી છે  આથી જ આવી વર્ક પ્રોફાઇલ ધરાવતા લોકો સવારમાં લસણ-ડુંગળીનું સેવન નથી કરતા.

લસણનું સેવન કર્યા બાદ બ્રશ કરી લેવું તેમજ ટંગ ક્લિનરથી જીભ પણ સાફ કરવી અને વરિયાળી જેવી વસ્તુ ખાવી. જેથી દુર્ગંધની સમસ્યા ન નડે.