Not Set/ મમતા બેનર્જીની હત્યા કરો અને 65 લાખ રૂપિયા લઇ જાવ

કોલકત્તા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હત્યા કરવા માટે ૧૯ વર્ષીય એક વિદ્યાર્થી મેસેજ ફરતો કર્યો છે. આ વોટ્‌સઅપ મેસેજમાં તેણે આ કામ કરી આપનાર વ્યક્તિને ૬૫ લાખ રૂપિયાનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે. જે નંબર પરથી આ મેસેજ મોકલાયો છે તે અમેરિકાના ફ્લોરીડામાં રજિસ્ટર્ડ થયેલ છે. આ મામલે પશ્ચિમ બંગાળની સીઆઈડી દ્વારા તપાસ શરુ […]

Top Stories

કોલકત્તા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હત્યા કરવા માટે ૧૯ વર્ષીય એક વિદ્યાર્થી મેસેજ ફરતો કર્યો છે. આ વોટ્‌સઅપ મેસેજમાં તેણે આ કામ કરી આપનાર વ્યક્તિને ૬૫ લાખ રૂપિયાનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે. જે નંબર પરથી આ મેસેજ મોકલાયો છે તે અમેરિકાના ફ્લોરીડામાં રજિસ્ટર્ડ થયેલ છે. આ મામલે પશ્ચિમ બંગાળની સીઆઈડી દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

મુર્શીદાબાદના બેહરામપુરમાં રહેતા એક વિદ્યાર્થીએ જણાવ્યુ હતું કે અચાનક અમારા મોબાઈલ પર એવો મેસેજ આવ્યો હતો કે મમતા બેનર્જીને મારો અને 65 લાખ રૂપિયા લઇ જાવ..આ પ્રકારના મેસેજ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. એક બાદ એક મોબાઈલ પર આ પ્રકારના મેસેજ આવ્યા હતા. મેસેજ મોકલનારે પોતાને લેટિન અમેરિકન ગણાવ્યો હતો. તેણે એ પણ જણાવ્યુ હતું કે તે કોઈ આતંકી સંગઠન સાથે કામ કરતો નથી. માત્ર ભારત સાથે એક સારી ભાગીદારી ઈચ્છે છે.

આ અજ્ઞાત વ્યક્તિએ મોકલેલ મેસેજમાં જણાવ્યુ છે કે, તમે મને આ કામમાં મદદ કરો હું તમને ૬૫ લાખ રૂપિયા આપીશ, હું તમારી સુરક્ષાની ખાતરી પણ લઉં છું. આ શખ્સે થોડા સમય બાદ ફરી વોટ્‌સઅપ પર મેસેજ મોકલ્યા હતા. જેમાં જણાવ્યુ હતું કે હું ભારત આવવાની યોજના બનાવી રહ્યો છું અને જે પણ વ્યક્તિ આ કામ કરવા તૈયાર છે તે મને મળી શકે છે. અમે ભારતને કોઈપણ પ્રકારનુ નુકશાન પહોંચાડવા માંગતા નથી, માત્ર અમારો ઉદ્દેશ્ય મમતા બેનર્જીની હત્યાનો છે.

મમતા બેનર્જીની હત્યાના મેસેજ અનેક વિદ્યાર્થીઓના મોબાઇલ પર આવ્યા છે.આ વિદ્યાર્થીઓએ આ અંગે પોલીસને જાણ કરી છે. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ પણ શરુ કરી દીધો છે અને કેટલીક કેન્દ્રીય એજન્સીઓ પણ આ તપાસમાં લાગી ગઈ છે.