Not Set/ લવ-જેહાદથી સાવધાન..!! -VHP, બજરંગ દળે શહેરનાં પાર્ટી પ્લોટોમાં લગાવ્યા બોર્ડ અને સ્ટીકરો

છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ લવ જેહાદની શરૂઆત નવરાત્રિ અને વેલેન્ટાઇન ડે જેવા તહેવારોમાં વધુ થતી હોય છે. આથી જ શહેરના વિવિધ પાર્ટી પ્લોટ માં લવ-જેહાદથી સાવધાન એવા સાઇન બોર્ડ અને સ્ટિકર લગાવવામાં આવ્યા  છે. નવરાત્રીની શરુઆત થઇ ગઇ છે. ત્યારે વીએચપી બજરંગ દળ દ્વારા શહેરમાં આવેલ વિવિધ […]

Top Stories Ahmedabad Gujarat
બજરંગ લવ-જેહાદથી સાવધાન..!! -VHP, બજરંગ દળે શહેરનાં પાર્ટી પ્લોટોમાં લગાવ્યા બોર્ડ અને સ્ટીકરો

છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ લવ જેહાદની શરૂઆત નવરાત્રિ અને વેલેન્ટાઇન ડે જેવા તહેવારોમાં વધુ થતી હોય છે. આથી જ શહેરના વિવિધ પાર્ટી પ્લોટ માં લવ-જેહાદથી સાવધાન એવા સાઇન બોર્ડ અને સ્ટિકર લગાવવામાં આવ્યા  છે.

નવરાત્રીની શરુઆત થઇ ગઇ છે. ત્યારે વીએચપી બજરંગ દળ દ્વારા શહેરમાં આવેલ વિવિધ પાર્ટી પ્લોટોમાં લવ જેહાદથી સાવધાનના બોર્ડ અને સ્ટીકરો લગાવી દીધા છે. ગુજરાતની ઓળખ એટલે નવરાત્રી, અને નવરાત્રી જ્યારે પણ આવતી હોય છે ત્યારે અનેક હિન્દુ સંગઠનો લવ જેહાદને રોકવા માટે જાગૃતિ ફેલાવતા હોય છે. આ વર્ષે  પણ વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓએ લવ જેહાદને રોકવા માટે પાર્ટી પ્લોટોની બહાર લવ જેહાદથી સાવધાનના સ્ટીકરો લગાવ્યા છે. લહાવ્યા છે. તેમ જ ગરબા આયોજકોને પણ પાર્ટી પ્લોટોમાં આવતા છોકરાઓ ઉપર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે.

લવ જેહાદ લવ-જેહાદથી સાવધાન..!! -VHP, બજરંગ દળે શહેરનાં પાર્ટી પ્લોટોમાં લગાવ્યા બોર્ડ અને સ્ટીકરો

તેમ જ અમદાવાદમાં 20 જેટલી બજરંગદળની ટીમ પણ બનાવવામાં આવી છે.બજરંગદળના અમદાવાદ શહેર પ્રમુખ જ્વલીત મહેતાએ જણાવ્યું હતું કે દેશમાં દર વર્ષે 3 લાખથી વધુ લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, અને તે નવરાત્રી અને વેલેન્ટાઈન ડેના દિવસોમાં વધુ બનતા હોય છે જેને ધ્યાનમાં રાખીને લવ જેહાદ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે જરુરી છે.

આ પણ વાંચો : ચેતી જજો!!! નવરાત્રીમાં યુવતી પર કરેલી એક કોમેન્ટ પહોચાડશે સીધા જેલ

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.