Morabi News: મોરબીમાં ભાઈબીજ લોહિયાળ બની છે. મોરબીના પીપળી રોડ પર સિરામિક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરમાં ખૂની ખેલ ખેલાયો છે. મોરબીના પીપળી રોડ પર સિરામિક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરમાં શ્રમિક દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની હત્યા કરી છે.
પતિ કન્હૈયાલાલ માલવિયાએ પત્ની ધાપુબેનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. પત્નીની કરપીણ હત્યા કરી પતિ ફરાર થઇ ગયો છે. જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એન.એ.વસાવા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રારંભિક અંદાજમાં તારણ નીકળ્યું છે કે પતિએ પત્નીની હત્યા આડાસંબંધોનો વહેમ રાખીને કરી છે. આ બાબતને લઈને પતિપત્ની વચ્ચે ઝગડા પણ થતાં હતા. પણ વાસ્તવમાં આ તેનો વહેમ જ હતો. બીજું કશું ન હતું. આ બતાવે છે કે એક જ બાબતને લઈને પ્રવર્તતી શંકા કેવું સ્વરૂપ ધારણ કરી શકે છે. પતિના મગજમાંથી પત્નીના આડાસંબંધોના વહેમનો કીડો ન નીકળતા છેવટે આ વિવાદે વરવુ સ્વરૂપ ધારણ કરતાં પતિએ પત્નીની હત્યા કરી હતી.
આ પણ વાંચોઃ મોરબીમાં હત્યાનો વિચિત્ર કિસ્સો, પત્નીની હત્યા કરી મૃતદેહ સાથે પતિ 450 કિ.મી. અંતર કાપી વતન પંહોચ્યો
આ પણ વાંચોઃ મોરબીમાં હત્યાનો ચાલુ રહેલો સિલસિલો, કારખાનામાંથી મહિલાની લાશ મળી
આ પણ વાંચોઃ મોરબીમાં યુવાનનું અપહરણ કરી કરપીણ હત્યા કરાઈ