ચૈત્રી નવરાત્રી/ કેશોદના નુનારડા ગામે બાળાઓ રમી ભક્તિરાસ

આઠમનાં દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞનું આયોજન અને બિડુ હોમાયા બાદ સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે.

Gujarat Others Videos

કેશોદના નુનારડા ગામે ચૈત્રી નવરાત્રી માં ચોરાયુ માતાજીના મંદિરે પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ચોરાયુ માતાજીના મંદિરે વર્ષોથી ચૈત્રી નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. નુનારડા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભાવિકો ભક્તો ગરબે રમી માતાજીની આરાધના કરે છે. ચોરાયુ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી ની આઠમનાં દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞનું આયોજન અને બિડુ હોમાયા બાદ સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. આજનાં ડીજીટલ યુગમાં પ્રાચીન પરંપરા લુપ્ત થતી જાય છે ત્યારે કેશોદ તાલુકાના નુનારડા ગામનાં રહીશો, ભાવિકો અને ભક્તો એ પરંપરા જાળવી રાખી છે.