Not Set/ ભારત બંધ: રાજ્યમાં અનેક ઠેકાણે ટાયરો સળગાવાયાં,રસ્તાઓ પર ચક્કાજામ,કોંગ્રેસી કાર્યકરોની અટકાયતો

અમદાવાદ. પેટ્રોલ અને ડીઝલમાં થયેલાં અસહ્ય ભાવ વધારા સામે કોંગ્રેસ દ્રારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત બંધના આ એલાનમાં કોંગ્રેસ સહિત બીજા વિપક્ષો પણ જોડાયા હતા.બંધનું નેતૃત્વ કરતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યા હતાં.કૈલાશ માનસરોવરની યાત્રાએ પરથી પરત ફરેલાં રાહુલ ગાંધીએ રાજઘાટ પર પહોંચીને મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી આપતાં માનસરોવરનું પવિત્ર પાણી અર્પણ […]

Top Stories

અમદાવાદ.

પેટ્રોલ અને ડીઝલમાં થયેલાં અસહ્ય ભાવ વધારા સામે કોંગ્રેસ દ્રારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત બંધના આ એલાનમાં કોંગ્રેસ સહિત બીજા વિપક્ષો પણ જોડાયા હતા.બંધનું નેતૃત્વ કરતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યા હતાં.કૈલાશ માનસરોવરની યાત્રાએ પરથી પરત ફરેલાં રાહુલ ગાંધીએ રાજઘાટ પર પહોંચીને મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી આપતાં માનસરોવરનું પવિત્ર પાણી અર્પણ કર્યું હતું.

બીજી તરફ ગુજરાતમાં ભારત બંધના એલાન દરમિયાન કેટલાંક શહેરોમાં સ્કુલો બંધ રહી હતી અને પેટ્રોલ પંપો પણ બંધ કરાવવાની કોશિષ કરવામાં આવી હતી.અમદાવાદમાં કેટલીક સ્કુલો બંધ કરાવવામાં આવી હતી.વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો દ્રારા પેટ્રોલ પંપો બંધ કરાવવામાં આવ્યા હતા.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરી રહેલાં અનેક કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઇ હતી.

જો કે રાજ્યમાં અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં સવારે બંધની અસર ઓછી જોવા મળતી હતી અને જનજીવન રાબેતા મુજબ ચાલતું હતું. અ્મદાવાદમાં ભારત બંધના એલાનને પગલે શાહપુર વિસ્તારમાં હલીમની ખડકી પાસે એએમટીએસ બસમાં તોડફોડ કરવામાં આવી હતી. સુરતમાં લીંબાયત વિસ્તારમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી.સુરતમાં કોંગ્રેસી કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ સહિત કેટલાંક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

ભારત બંધ દરમિયાન રાજ્યમાં કેટલાંક સ્થળે ટાયરો સળગાવવાથી લઇને એસટી બસોની હવા કાઢવાના બનાવો પણ બન્યા હતા.અરવલ્લીમાં ભારત બંધને લઇને અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર ટાયર સળગાવાયાં હતા,તો શામળાજી પાસે કોંગ્રેસ કાર્યકરો ટાયર સળગાવતા હાઇવે પર બંને તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો.એવી રીતે ભિલોડા-વિજયનગર રોડ પર પણ ટાયર સળગાવાનો બનાવ બન્યો હતો.

અંકલેશ્વરમાં ત્રણ રસ્તા સર્કલ નજીક ટાયરો સળગાવીને પેટ્રોલના ભાવ વધારાનો  વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ટાયરો સળગાવવામાં આવતા રસ્તાઓ બ્લોક થઇ ગયાં છે.

ભરૂચની મનુબર ચોકડી પાસે ખાનગી કંપનીઓની બસોને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અટકાવી છે. ભરૂચની એપીએમસીમાં વહેલી સવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતી અને દુકાનો બંધ કરાવી હતી.ભરૂચમાં રસ્તાઓ પર ટાયરો સળગાવીને પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો.