Not Set/ માનચેસ્ટરમાં નવા વર્ષની ઉજવણી પહેલા અજાણ્યા માણસે કર્યો ચપ્પુથી હુમલો, ૩ ઘાયલ

નવા ઉજવણીની તૈયારીમાં માન્ચેસ્ટર શહેરમાં એક અજાણ્યા યુવકે ચપ્પુથી વિક્ટોરિયા રેલ્વે સ્ટેશન પર  હાજર લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં  ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલો કરનાર વ્યક્તિ અલ્લાહ….અલ્લાહ તેમ બોલતા બોલતા ભીડ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક મહિલા, પુરુષ અને એક ટ્રાન્સપોર્ટ અધિકારી […]

Top Stories World Trending

નવા ઉજવણીની તૈયારીમાં માન્ચેસ્ટર શહેરમાં એક અજાણ્યા યુવકે ચપ્પુથી વિક્ટોરિયા રેલ્વે સ્ટેશન પર  હાજર લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં  ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલો કરનાર વ્યક્તિ અલ્લાહ….અલ્લાહ તેમ બોલતા બોલતા ભીડ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.

આ હુમલામાં એક મહિલા, પુરુષ અને એક ટ્રાન્સપોર્ટ અધિકારી ઘાયલ થયા છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસને આ હુમલાખોરને પકડવા માટે બેહોશીવાળી બંદૂક અને કાળા મરચાના પાઉડરનો સહારો લેવો પડ્યો હતો. આશરે ૬-૭ અધિકારીઓની મહામહેનત બાદ તે પકડાયો હતો.

ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં મહિલાને ચહેરા પર, પુરુષને પેટમાં અને ટ્રાન્સપોર્ટ અધિકારીને ખભા પર વાગ્યું છે.

હુમલાની આ ઘટના નવા વર્ષ પહેલાની સાંજની છે. આશરે ૮:૫૦ વાગ્યે લોકો નવા વર્ષનો ઉત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યા હતા.