IPL/ ભરતે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને RCBને ટીમને અપાવી જીત

આઈપીએલના ઈતિહાસમાં આજ સુધી એક સાથે બે મેચ રમાઈ નથી, પરંતુ શુક્રવારે આ ઈતિહાસ બદલાઈ ગયો હતો. IPL-2021માં આજે પહેલી વાર આવું બન્યું છે

Sports
il ભરતે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને RCBને ટીમને અપાવી જીત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સીઝનનો 56મો મુકાબલો આજે સાંજે ૭.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યુએઈ ખાતે યોજાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૧૬૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ૨૦ ઓવરમાં ૧૬૬ રન બનાવી ૩ વિકેટ ગુમાવી હતી અને મેચ જીતી હતી. આ સાથે જ દિલ્હી કેપિટલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ત્રીજા સ્થાને છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL-2021નો લીગ રોમાંચક વિજય સાથે સમાપ્ત કરી હતી. તેમની છેલ્લી લીગ મેચમાં આરસીબીએ છેલ્લા બોલની મેચમાં દિલ્હી કેપિટલ્સને સાત વિકેટે હરાવી હતી. આરસીબીએ શ્રીકાર ભરતના નાબાદ 78 અને ગ્લેન મેક્સવેલના નાબાદ 51 રનના આધારે છેલ્લા બોલ પર ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. ભરતે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.

આઈપીએલના ઈતિહાસમાં આજ સુધી એક સાથે બે મેચ રમાઈ નથી, પરંતુ શુક્રવારે આ ઈતિહાસ બદલાઈ ગયો હતો. IPL-2021માં આજે પહેલી વાર આવું બન્યું છે. દુબઈમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો હતો. તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થયો હતો. દિલ્હી અને બેંગ્લોર, બંને ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીએ સારી શરૂઆત કરી હતી. પૃથ્વી શો અને શિખર ધવને ટીમને મજબૂત શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 88 રન જોડ્યા હતા, પરંતુ જલદી આ જોડી તૂટી ગઈ હતી. દિલ્હીની રન બનાવવાની ઝડપ પણ ઓછી થઈ ગઈ હતી. શોએ 48 રન અને ધવને 43 રન બનાવ્યા હતા. બેંગલોર તરફથી સિરાજે બે વિકેટ લીધી હતી. જોકે, દિલ્હીના બોલરો સારી શરૂઆત બાદ પણ આ લક્ષ્યનો બચાવ કરી શક્ય ન હતા.