Not Set/ ભરૂચનો જૂનો સરદાર બ્રિજ ફરીથી કરાયો શરૂ,નાના વાહનો માટે થશે ઉપયોગ

ભરૂચ, થોડા સમય પહેલાં જૂના સરદાર બ્રિજની રેલિંગ સાંજના સમયે પડી જતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો, ભરૂચ નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર નર્મદા નદીને ક્રોસ કરવા માટે બનાવવામાં આવેલો વર્ષો જૂનો સરદાર બ્રિજ અવાર નવાર ખખડધજ થતાં તેનું સમારકામ કરીને તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. આવા સમયે ગત મહિને સાંજના સમયે […]

Top Stories Gujarat Others
mantavya 162 ભરૂચનો જૂનો સરદાર બ્રિજ ફરીથી કરાયો શરૂ,નાના વાહનો માટે થશે ઉપયોગ

ભરૂચ,

થોડા સમય પહેલાં જૂના સરદાર બ્રિજની રેલિંગ સાંજના સમયે પડી જતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો, ભરૂચ નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર નર્મદા નદીને ક્રોસ કરવા માટે બનાવવામાં આવેલો વર્ષો જૂનો સરદાર બ્રિજ અવાર નવાર ખખડધજ થતાં તેનું સમારકામ કરીને તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે.

mantavya 163 ભરૂચનો જૂનો સરદાર બ્રિજ ફરીથી કરાયો શરૂ,નાના વાહનો માટે થશે ઉપયોગ

આવા સમયે ગત મહિને સાંજના સમયે અચાનક બ્રિજની રેલિંગ તૂટી પડતાં વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેનું રિપેરિંગ કામ પૂર્ણ થતાં ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે.

mantavya 164 ભરૂચનો જૂનો સરદાર બ્રિજ ફરીથી કરાયો શરૂ,નાના વાહનો માટે થશે ઉપયોગ

ભરૂચ સ્થિત જૂનો સરદાર બ્રિજ જેને વાહન વ્યવહાર માટે 20 એપ્રિલ 1977નાં રોજ તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ અને સાંસદ મણીબેન પટેલનાં હસ્તે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

mantavya 165 ભરૂચનો જૂનો સરદાર બ્રિજ ફરીથી કરાયો શરૂ,નાના વાહનો માટે થશે ઉપયોગ

જોકે નેશનલ હાઈવે ઉપર ભારદારી વાહનોને પસાર કરવા માટેનો એખમાત્ર વિકલ્પ હોવાથી અહીં ટ્રાફિકનું ભારણ રહેતું હતું. અહીં કાયમ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની ગઈ હતી. બાદમાં ઘણા વર્ષોની મથામણ બાદ બે વર્ષ પૂર્વે કેબલ બ્રિજને ખુલ્લો મૂકાતાં હાઈવે ઉપર ટ્રાફિકનાં ભારણમાં ઘટાડો થયો છે.

ગત મહિને સાંજનાં સમયે અચાનક બ્રિજની રેલિંગ તૂટી પડતાં ફરીથી તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. જેનું સમારકામ પૂર્ણ થતાં ફરીથી નાના વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.