ભાવનગર/ ગારીયાધારનાં મોટી વાવડી ગામે પશુઓમાં લિમ્પિ સ્કિન ડિસિસનો પ્રભાવ વધી રહ્યો છે

માણસને થતા કોરોનાની બીમારીની માફક આ બીમારી છે. આ બીમારી એક ગાયથી બીજી ગાયમાં ફેલાઈ છે.

Gujarat Others
ગાય

ગારીયાધાર તાલુકાનાં મોટીવાવડી ગામનાં પશુઓમાં હાલ લિમ્પિ નામના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેમાં ગાયોને સ્કિન ડિસિસ થઈ રહ્યું છે. આ વાયરસ અત્યાર સુધી રાજસ્થાન, કચ્છ અને બીજા રાજ્યોમાં હતો. જે વાયરસ હવે ગુજરાતમાં આવી ગયો છે અને ગારીયાધારનાં મોતીવાવડીમાં 5 કરતા વધારે કેસ નોંધાતા ગામના પશુપાલકોમાં ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઇ છે. નિષ્ણાંતોના મતે અત્યાર સુધી આ રોગ દવા મળી નથી. હાલ લિમ્પિ સ્કિન ડિસિસનો ઉપાય એક જ છે કે પશુઓને ઘરમાં બાંધીને રાખવામાં આવે.

ગાય

મોટીવાવડીનાં રહેવાસી શક્તીસિંહ ગોહિલને ત્યાં ગાયને થયેલ બીમારીની તપાસમાં સામે આવ્યું છે કે આ બીમારીનું નામ લિમ્પિ સ્કિન ડિસિસ છે. જે સૌરાષ્ટ્ર રિઝનમાં નવી બીમારી છે. આ પહેલા આ બીમારી રાજસ્થાન, કચ્છ સહિત બહારના રાજ્યોમાં ફેલાઈ ચુકી છે. આ બીમારીથી બચવાનો હાલ કોઈ ઉપાય નથી આ બાબતે શક્તિસિંહેજનવય૮ઉ જણાવ્યું હતું કે, મારી ગાયને છેલ્લા ત્રણ નોર્મલ લક્ષણ હતા. ગાયના શરીર પર દેખાવા લાગ્યા છે. માણસને થતા કોરોનાની બીમારીની માફક આ બીમારી છે. આ બીમારી એક ગાયથી બીજી ગાયમાં ફેલાઈ છે. માટે કોઈ પશુપાલકે હાલ પોતાની ગાય ભેંશ બહાર કાઢવી નહીં. હાલ આ બીમારી એવી છે કે આ બીમારીમાં ગાયના શરીર પર ફોડલા થાય છે. અને હાલ તેની સારવાર અંગે ડોકટરોએ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : અષાઢી બીજ એટલે કચ્છી માડુઓનું નવું વર્ષ : જાણો અષાઢી બીજનો ઇતિહાસ : સીએમ પીએમએ પાઠવી શુભેચ્છા