Vadodara News/ વડોદરામાં તબીબને અભ્યાસ કરતા યુવકનું વીજ કરંટથી મોત નિપજ્યું

ઘટનાની જાણ થતાં નજીકના લોકો દોડી આવ્યા હતા.

Gujarat

Vadodara News: વડોદરામાં ડોક્ટરનો અભ્યાસ કરતા યુવકનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યું છે. વીજળીના ખુલ્લા તાર અજાણપણે અડકી જતા આશાસ્પદ યુવાને અંતિમ શ્વાસ લીધા છે. પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

વડોદરામાં રહેતા સુરતના 22 વર્ષીય યુવાન વેદપ્રકાશ યાદવ સવારમાં તાર પર કપડા સૂકવવા ગયો હતો દરમિયાન વિજ કરંટ લાગ્યો હતો. મૃતક યુવાન ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. કરંટ લાગતા વેદપ્રકાશ યાદવનું ઘટના સ્થળે મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં નજીકના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહંચી તપાસ શરૂ કરી છે. બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે. યુવકના પરિવારને ઘટનાની જાણ કરતા ચોધાર આંસુએ રડી પડ્યો છે, હાલ ગમગીની પથરાઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ બાદ 36 TDOની કરાઈ બદલી

આ પણ વાંચો:સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ભરૂચમાં નર્મદા નદીની ભયજનક સપાટીની શક્યતા નહિવત્

આ પણ વાંચો:આજે દેશભરમાં યોજાશે નીટ-PG પ્રવેશ પરીક્ષા