ગુજરાત/ કીર્તિબેન દાણીધારીયા ભાવનગરનાં નવા મેયર, તો કૃણાલ શાહ સંભાળશે ડે. મેયરનું પદ

આજે ભાવનગરમાં નવા મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી થઇ છે,  ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની નિમણૂંક કર્વમક અવાય છે.

Top Stories Gujarat Others
A 125 કીર્તિબેન દાણીધારીયા ભાવનગરનાં નવા મેયર, તો કૃણાલ શાહ સંભાળશે ડે. મેયરનું પદ
  • ભાવનગરનાં નવા મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી
  • ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની નિમણૂંક
  • ભાવનગર નવા મેયરની ભાજપ કાર્યાલયથી જાહેરાત

આજે ભાવનગરમાં નવા મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી થઇ છે,  ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચમેરન તરીકે ધીરુભાઈ ધામેલીયા, પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલ અને દંડક તરીકે પંકજસિહ ગોહિલની વરણી કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, ભાવનગર મહાનગરપાલિકામાં પણ સામાન્ય સભામાં મેયર, ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગના 12 સભ્યોની આજે નિયુ્ક્તિ કરવામાં આવી. ભાવનગરમાં મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક છે.

ચિત્રા ફુલસરમાં સ્થાનિક લોકોમાં કીર્તિ બેન દાણીધારીયાનું ખૂબ જ સારું એવું વર્ચસ્વ છે. તેઓ એક નગરસેવિકા સાથે જ ભાવનગરના જાણીતા નોટરી એડવોકેટ પણ છે.જયારે કીર્તિબેનના પરિવારમાં તેમના પતિ પણ એક શિક્ષક છે. જેથી પારિવારિક દ્રષ્ટિએ પણ કીર્તિબેન એઝ્યુકેશમાં સક્ષમ છે. સાથે જ કીર્તિબેન દાણીધારીયા નોટરી એડવોકેટ હોવાને લઈને ભાવનગરના નવા મેયર તરીકે વરણી કરવામાં આવતા ભાવનગરને એજ્યુકેટેડ મેયર આ વખતે મળ્યા છે ત્યારે ભાવનગરના લોકો નવા મેયર પાસેથી ભાવનગરના વિકાસ અંગે મોટી આશા રાખી રહ્યા છે.

આજે અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના 41માં મેયરની વરણી કરવામાં આવી છે. અમદાવાદના મેયર કિરીટ પરમાર ઠક્કરબાપાનગર વોર્ડના કાઉન્સિલર છે. જ્યારે ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ નારાયણપુરા વોર્ડના કાઉન્સિલર છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ થલતેજના કાઉન્સિલર છે.  આ ઉપરાંત અમદાવાદ મનપામાં ભાજપના દંડક તરીકે અરૂણસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાં પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદનાં નવા મેયર તરીકે જાણો કોનુ નામ આવ્યું બહાર?