Bhavnagar News: ગઈકાલે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા તાલુકામાં 7 ઇંચ વરસાદ (Rain) નોંધાતા મહુવા પંથક જળબંબાકાર બની ગયું છે. મોડી રાત્રિ સુધી 7 ઈંચ વરસાદ નોંધાતા આજે પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ચોમાસું (Gujarat Monsoon) વિદાય લે તે પહેલા ફરીથી ધડબડાટી મચાવી હતી.
ભાવનગરનાં મહુવાના ગાંધીબાગ, ગોકુળનગર, પરશુરામ ચોક, કોલેજ રોડ, જનતા પ્લોટ અને સ્વામિનારાયણ મંદિર રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. વલભીપુર 92 મીમી, ઉમરાળા 103 મીમી, ભાવનગર 41 મીમી, ઘોઘા 64 મીમી, શિહોર 75 મીમી, ગારીયાધાર 31 મીમી, પાલીતાણા 79 મીમી, તળાજા 34 મીમી, મહુવા 173 મીમી, જેસર 87 મીમી વરસાદ ખાબક્યો હતો.

પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. પાલીતાણાના સોનપરી, ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનિડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. આટકોટ,ગરણી,ગુંદાળા, જંગવડ, સાણથલી, વીરનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં પડ્યો વરસાદ, આજે સાત તાલુકામાં રેડ એલર્ટ
આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદની આગાહી કરતા ગરબા પ્રેમીઓ મુશ્કેલીમાં મુકાયા
આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાના વધુ એક રાઉન્ડ, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી
