Bhool Bhulaiyaa 2 Box Office Collection/ ‘ભૂલ ભુલૈયા 2’ 100 કરોડની ક્લબથી આટલી દૂર, કર્યું બમ્પર કલેક્શન

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો અને આ ઉત્સાહ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનના રૂપમાં સામે આવી રહ્યો છે.

Entertainment
collection

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો અને આ ઉત્સાહ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનના રૂપમાં સામે આવી રહ્યો છે. વર્ષ 2022ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બન્યા બાદ ‘ભૂલ ભુલૈયા 2’ સિનેમાઘરોમાં સતત ખળભળાટ મચાવી રહી છે. આ ફિલ્મે માત્ર 4 દિવસમાં 60 કરોડનો આંકડો આસાનીથી પાર કરી લીધો છે અને જો આ કમાણી આમ જ ચાલુ રહેશે તો આગામી બે-ત્રણ દિવસમાં ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.

દિવસનું કલેક્શન કેવું રહ્યું…
કાર્તિક અને કિયારાની ફિલ્મ 20 મેના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે એટલે કે શુક્રવારે 14.11 કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે 18.34 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રિલીઝના બે દિવસ બાદ રવિવારે ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો હતો અને ફિલ્મે 23.51 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને લગભગ ત્રણ ગણી કમાણી કરી હતી.

ફિલ્મ સ્ક્રીન પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે શેર કરેલી માહિતી મુજબ. રિલીઝ પછીના પહેલા સોમવારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ 15.05 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે ‘ભૂલ ભુલૈયા 2’ એ પહેલા સોમવારે 10.75 કરોડનો બિઝનેસ કર્યો છે. આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ 8.19 કરોડનો બિઝનેસ કર્યો હતો.

તરણ આદર્શના જણાવ્યા અનુસાર, કાર્તિકે પોતાની ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે અને તે પહેલા વીકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. વર્ષ 2019માં રિલીઝ થયેલી કાર્તિકની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’એ પહેલા વીકએન્ડમાં 35.94 કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘લુકા છુપી’એ 32.13 કરોડનો બિઝનેસ કર્યો હતો. 2020માં રિલીઝ થયેલી ‘લવ આજ કલ’ એ 28.51 કરોડનો બિઝનેસ કર્યો હતો.  2018 માં રિલીઝ થયેલી ‘સોનુ કી ટીટુ કી સ્વીટી’ એ 26.57 કરોડનો બિઝનેસ કર્યો હતો.