Not Set/ તરનતારન બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો, આઇએસઆઈએ ડ્રોનથી શસ્ત્રો પહોંચાડ્યા

પંજાબના તરનતારનમાં બ્લાસ્ટ થયા બાદ કરવામાં આવેલી તપાસમાં નવી માહિતી સામે આવી છે.  પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પંજાબ અને તેની સાથેના રાજ્યોમાં 26/11 ના જેવા હુમલા કરવાની તૈયારી કરી રહી હતી. આ માટે આઈએસઆઈએ ડ્રોન દ્વારા પંજાબમાં એકે 47 અને અન્ય શસ્ત્રો પહોંચાડ્યા હતા. આઈએસઆઈએ પંજાબમાં 26/11 ના જેવા હુમલાનું કાવતરું રચ્યું હતું, પંજાબમાં […]

Top Stories India
તરનતારન બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો, આઇએસઆઈએ ડ્રોનથી શસ્ત્રો પહોંચાડ્યા

પંજાબના તરનતારનમાં બ્લાસ્ટ થયા બાદ કરવામાં આવેલી તપાસમાં નવી માહિતી સામે આવી છે.  પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પંજાબ અને તેની સાથેના રાજ્યોમાં 26/11 ના જેવા હુમલા કરવાની તૈયારી કરી રહી હતી. આ માટે આઈએસઆઈએ ડ્રોન દ્વારા પંજાબમાં એકે 47 અને અન્ય શસ્ત્રો પહોંચાડ્યા હતા.

weapons તરનતારન બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો, આઇએસઆઈએ ડ્રોનથી શસ્ત્રો પહોંચાડ્યા

આઈએસઆઈએ પંજાબમાં 26/11 ના જેવા હુમલાનું કાવતરું રચ્યું હતું, પંજાબમાં ડ્રોન થી હથિયાર પહોંચાડવાનું કાવતરું

પંજાબ પોલીસે આતંકવાદી સંગઠન ખલિસ્તાન જિંદાબાદ ફોર્સના મોડ્યુલનો ખુલાસો કરતી વખતે જણાવ્યું હતું કે આઈએસઆઈ ડ્રોન દ્વારા પંજાબના સરહદી વિસ્તારોમાં હથિયારોની ડિલિવરી કરી રહ્યો હતો. આ આતંકવાદી હુમલો કરવા માટે આતંકવાદીઓને આઈએસઆઈ તરફથી 5 એકે 47 રાઇફલ્સ, 16 મેગેઝિન અને 472 કારતુસ મોકલાયા હતા. હુમલા દરમિયાન આઈએસઆઈ હેન્ડલરો  સાથે સમપ્ર્ક્મા રહેવા માટે હથિયારોની સાથે સેટેલાઇટ ફોન પણ મોકલ્યા હતા. આઈએસઆઈએ ડ્રોન દ્વારા 10 રૂપિયાની નકલી ચલણી નોટો પણ મોકલી હતી.

currency તરનતારન બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો, આઇએસઆઈએ ડ્રોનથી શસ્ત્રો પહોંચાડ્યા

રિપોર્ટ અનુસાર આઈએસઆઈ મુંબઇની જેમ પંજાબમાં ભીડભરી જગ્યાઓ પર હુમલો કરવા માંગતુ હતું. આઈએસઆઈએ પંજાબમાં ધાર્મિક શિબિરો અને ભીડભાડવાળા જાહેર સ્થળો પર  ફાયરિંગ કરીને મોટો હુમલો કરવાની તૈયારી કરી હતી. ઉલ્લેખનીય છે કે,  મુંબઇ હુમલા દરમિયાન આતંકવાદી કસાબ અને તેના સાથી આતંકવાદીઓ જે પાકિસ્તાનથી આવ્યા હતા તેઓએ મુંબઈના સીએસટી સ્ટેશન પર ફાયરિંગ કર્યું હતું.

રવિવારે પંજાબ પોલીસે આ મામલામાં તરનતારન જિલ્લાના ચોહલા સાહિબ ગામમાં થી 4 લોકોની ધરપકડ કરી હતી. આ લોકો સફેદ રંગની મારુતિ સ્વિફ્ટ કારનો ઉપયોગ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.