IPL 2025: IPL 2025 સીઝન-18ની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં RCBએ KKRને 7 વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ (Virat Kohli) શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. મેચ દરમિયાન કોહલીની સુરક્ષામાં પણ ક્ષતિઓ જોવા મળી હતી.

ફેન મેદાનમાં ઘુસીને વિરાટ પાસે પહોંચ્યો
આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. કોહલીએ RCBની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટે KKRના બોલરોને ખરાબ રીતે પછાડ્યા હતા. મેચમાં બેટિંગ કરતી વખતે વિરાટે 36 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. કોહલીએ પોતાની ઇનિંગ દરમિયાન 4 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી. કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક પ્રશંસક મેદાનમાં ઘુસી ગયો અને સીધો કોહલીના પગમાં પડ્યો.
I bet that No one will pass without liking this moment of the day#ViratKohlipic.twitter.com/y8SKtB1H9D
— Mufaddal Parody (@mufaddal_voira) March 22, 2025
આ પછી અમ્પાયર અને સુરક્ષાકર્મીઓએ ફેનને પકડીને બહાર કાઢ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન આવી ઘટનાઓને કારણે ખેલાડીઓની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો પણ ઉભો થવા લાગે છે.

આ પણ વાંચો:IPL પહેલા મોટા સમાચાર, શેડ્યૂલમાં થયો ફેરફાર, સુરક્ષા કારણોસર મેચ કોલકાતાથી કરાઈ શિફ્ટ
આ પણ વાંચો:IPL 2025: અમદાવાદના મેચોની ઓફલાઇન ટિકિટોનું વેચાણ શરૂ, ગુજરાત ટાઇટન્સના ફેન્સ માટે સરપ્રાઈઝ
આ પણ વાંચો:IPLનો પાયો નાખનાર લલિત મોદીએ કેવા પડકારોનો કર્યો હતો સામનો…
