Not Set/ બિહાર : મહિલાને નગ્ન કરીને ફેરવનાર ૨૦ આરોપીને કોર્ટે ફટકારી આ સજા

બિહારમાં મહિલાને નગ્ન કરીને ફેરવવા મામલે અદાલતે ૨૦ લોકોને સજા ફટકારી છે. આરોપી ૨૦ લોકોને બે થી સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ દંડ આરાની એક અદાલતે ફટકાર્યો છે. ઓગસ્ટ મહિનમાં એક ૧૯ વર્ષના યુવકની હત્યા મામલે એક મહિલાને નગ્ન કરીને ફેરવવામાં આવી હતી. શુક્રવારે અદાલતે ૨૦ લોકોને સજા સંભળાવી છે. જેમાંથી ૧૫ દોષીઓને […]

India Trending
352279175 RightsofPrisoner 6 બિહાર : મહિલાને નગ્ન કરીને ફેરવનાર ૨૦ આરોપીને કોર્ટે ફટકારી આ સજા

બિહારમાં મહિલાને નગ્ન કરીને ફેરવવા મામલે અદાલતે ૨૦ લોકોને સજા ફટકારી છે.

આરોપી ૨૦ લોકોને બે થી સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ દંડ આરાની એક અદાલતે ફટકાર્યો છે.

ઓગસ્ટ મહિનમાં એક ૧૯ વર્ષના યુવકની હત્યા મામલે એક મહિલાને નગ્ન કરીને ફેરવવામાં આવી હતી. શુક્રવારે અદાલતે ૨૦ લોકોને સજા સંભળાવી છે.

જેમાંથી ૧૫ દોષીઓને બે વર્ષની સજા અને ૫ દોષીને સાત વર્ષની સજા ફટકારી છે.

આ ઘટના ૨૦ ઓગસ્ટના રોજ બિહારના રેલ્વે કિનારે આવેલા એક રેડ લાઈટ વિસ્તારમાં થઇ હતી.દામોદરપુર ગામનો રહેવાસી વિમલેશનું શબ તેના લાપતા થયાના એક દિવસ પછી મળ્યું હતું.

ભીડમાં રહેલા લોકોએ આરોપ રેડ લાઈટ એરિયાની યુવતી પણ લગાવ્યો હતો. અને આ દલિત યુવતીને ઢોરમાર પણ માર્યો હતો. એટલું જ નહી પણ તેના કપડા ફાડીને નગ્ન કરીને ફેરવી હતી.

જે પાંચ વ્યક્તિને સાત વર્ષની સજા ફટકારી છે તેમને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ અને બાકીનાને ૨૦૦૦ નો દંડ અદાલતે ફટકાર્યો છે.