Alert!/ કોરોના બાદ બર્ડ ફ્લુએ વધારી ચિંતા, કેન્દ્ર સરકારે રાજ્યોને જાહેર કર્યુ એલર્ટ

કોરોનાકાળથી લોકો હજુ પરેશાન છે, ત્યા હવે એક લોકોને એક નવી ચિંતા સતાવા લાગી છે. આ વધુ એક ચિંતાનું કારણ બર્ડ ફ્લુ બન્યુ છે. દેશમાં કોરોનાનાં કેસ ઘટતા જોવા મળી રહ્યા છે…

India
નલિયા 44 કોરોના બાદ બર્ડ ફ્લુએ વધારી ચિંતા, કેન્દ્ર સરકારે રાજ્યોને જાહેર કર્યુ એલર્ટ

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ

કોરોનાકાળથી લોકો હજુ પરેશાન છે, ત્યા હવે એક લોકોને એક નવી ચિંતા સતાવા લાગી છે. આ વધુ એક ચિંતાનું કારણ બર્ડ ફ્લુ બન્યુ છે. દેશમાં કોરોનાનાં કેસ ઘટતા જોવા મળી રહ્યા છે પરંતુ જે દેશ માટે એક સારા સમાચાર છે પરંતુ હવે આ બર્ડ ફ્લુએ લોકોની અને ખાસ કરીને રાજ્ય સરકારોની ચિંતામાં વધારો કર્યો છે.

હરિયાણામાં છેલ્લા દસ દિવસમાં ચાર લાખથી વધુ પક્ષીઓના મૃત્યુ નિપજ્યા છે. વનવિભાગનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં કેરળમાં 20 હજાર બતકનાં મૃત્યુ નિપજ્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 15 દિવસમાં 3400 પક્ષીઓનાં મોત થયા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં વિવિધ જિલ્લાઓમાં પણ મોટી માત્રામાં કાગડાઓનાં મૃત્યુ થયાનાં અહેવાલ મળ્યા છે. હિમાચલ પ્રદેશ, કેરળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લુને લીધે 25 હજારથી વધુ પક્ષીઓનાં મૃત્યુ થતા કેંદ્ર સરકારે રાજ્યોને એલર્ટ જાહેર કર્યુ છે. કેંદ્ર સરકારે રાજ્યોને વન અને જળાશયોમાં પક્ષીઓના આરોગ્ય પર નજર રાખવાના પણ નિર્દેશ જાહેર કર્યા છે.

ગુજરાત સરકાર પણ બર્ડ ફ્લુને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં એપેડેમિક સેલની તાત્કાલિક બેઠક મળી હતી. કેંદ્ર સરકારની સૂચના પગલે ગુજરાત સરકાર સતર્ક બની છે. એપેડેમિક સેલની બેઠકમાં બર્ડ ફ્લુ વધે તો શુ શુ કરવુ તેની ચર્ચા થઈ હતી. આજે રાજ્યના તમામ કલેક્ટર અને ડીડીઓને વીડિયો કોંફ્રેસથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. તો રાજકોટ, વાંકાનેર, ધોરાજી સહિતના રાજ્યા મરઘા ઉછેર કેંદ્રો,ક લિંગનું કામ કરનારાઓને ટેમીફ્લુ અપાશે.

Covid-19 / દેશમાં વધુ એક દિવસ કોરોના કંટ્રોલમાં,  છેલ્લાં 24 કલાકમાં મા…

PM Modi / આજે કેન્દ્રીય મંત્રીમંડળ સાથે વડાપ્રધાન મોદી કરશે વિડીયો કોન…

કૃષિ આંદોલન / પંજાબના ભાજપના નેતાઓએ કરી વડા પ્રધાન મોદી સાથે આ વાતચીત…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો