Not Set/ Birthday Special/ કિશોર કુમારના જન્મદિવસ પર સાંભળો તેમના સદાબહાર ગીતો

બોલિવૂડના શ્રેષ્ઠ ગાયક, અભિનેતા, ફિલ્મ નિર્માતા કિશોર કુમારનો જન્મ 4 ઓગસ્ટ 1929 ના રોજ મધ્ય પ્રદેશના ખાંડવા જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ કુંજલાલ ગાંગુલી અને માતાનું નામ ગૌરી દેવી હતું. તેમના બાળપણનું નામ આભાસ કુમાર ગાંગુલી હતું, પરંતુ ફિલ્મ ઉદ્યોગમાં, તેણે કિશોર કુમારના નામે પોતાની ઓળખ બનાવી. તેમની લાંબી ફિલ્મી યાત્રામાં તેમણે ‘મેરે સપનો […]

Uncategorized
b1ab88be3455e7568af6ef0101fb60d1 Birthday Special/ કિશોર કુમારના જન્મદિવસ પર સાંભળો તેમના સદાબહાર ગીતો

બોલિવૂડના શ્રેષ્ઠ ગાયક, અભિનેતા, ફિલ્મ નિર્માતા કિશોર કુમારનો જન્મ 4 ઓગસ્ટ 1929 ના રોજ મધ્ય પ્રદેશના ખાંડવા જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ કુંજલાલ ગાંગુલી અને માતાનું નામ ગૌરી દેવી હતું. તેમના બાળપણનું નામ આભાસ કુમાર ગાંગુલી હતું, પરંતુ ફિલ્મ ઉદ્યોગમાં, તેણે કિશોર કુમારના નામે પોતાની ઓળખ બનાવી.

તેમની લાંબી ફિલ્મી યાત્રામાં તેમણે ‘મેરે સપનો કી રાની કબ આયેગી તુ’, ‘મેરે સામને વાલી ખિડકી મેં’ અને ‘મેરે મહેબૂબ ક્યામત હોગી’ જેવા ઘણાં મહાન ગીતો આપ્યા છે. તે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના દ્વારા ગાયેલા ગીતો આજે પણ દરેકની જીભ પર છે.

તેનો જાદુઈ અવાજ હજી પણ લોકોના દિલોમાં છે. આજે તેમના જન્મદિવસના વિશેષ પ્રસંગે અમે તેના કેટલાક શ્રેષ્ઠ ગીતો તમારી સામે રજૂ કરવા જઈ રહ્યા છીએ.

કિશોર કુમારનો જન્મ મધ્યમવર્ગીય બંગાળી પરિવારમાં થયો હતો. બાળપણથી જ સંગીતમાં રસ ધરાવતા કિશોર કુમાર હંમેશાં દિગ્ગજ અભિનેતા અને ગાયક કે.એલ. સહગલનાં ગીતોથી પ્રભાવિત હતા અને તેમના જેવા ગાયક બનવા ઇચ્છતા હતા. કિશોર કુમારને એક ગાયક તરીકે, વર્ષ 1948 માં બોમ્બે ટોકીઝ ફિલ્મ ‘જીદ્દી’માં સહગલની જેમ જ અભિનેતા દેવાનંદ માટે ‘મરને કી દુઆએ કયું મંગૂ… ‘ગાવાની તક મળી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.