Not Set/ Birthday Special/ વહિદા રેહમાનથી લઈને પ્રીતિ ઝીંટા સુધી અનેક પેઢીની અભિનેત્રીઓનો અવાજ બની ચુક્યા છે લતા મંગેશકર

હિન્દી સિનેમામાં સ્વર કોકિલાના નામે જાણીતા  લતા મંગેશકરના માત્ર દેશ નહીં વિદેશમાં જ ફેમસ છે. લતા મંગેશકરે પોતાના અવાજના જાદુથી લોકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. આજે લતા મંગેશકરનો જન્મદિવસ છે. 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. 50 ના દાયકાથી 90 ના દાયકા સુધી તેમણે પોતાનો અવાજ આપીને એક કરતા […]

Uncategorized
cbd491ea91e78ab7c0d3776bb83a8eae Birthday Special/ વહિદા રેહમાનથી લઈને પ્રીતિ ઝીંટા સુધી અનેક પેઢીની અભિનેત્રીઓનો અવાજ બની ચુક્યા છે લતા મંગેશકર

હિન્દી સિનેમામાં સ્વર કોકિલાના નામે જાણીતા  લતા મંગેશકરના માત્ર દેશ નહીં વિદેશમાં જ ફેમસ છે. લતા મંગેશકરે પોતાના અવાજના જાદુથી લોકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. આજે લતા મંગેશકરનો જન્મદિવસ છે. 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક મરાઠી પરિવારમાં થયો હતો.

50 ના દાયકાથી 90 ના દાયકા સુધી તેમણે પોતાનો અવાજ આપીને એક કરતા વધુ ગીત પ્રખ્યાત કર્યા. ‘તુમ આ ગએ હો, નૂર આ ગયા હૈ..’ એ માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ…. જેવા શ્રેષ્ઠ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

આપને જણાવી દઈએ કે, તેમના વિના બોલિવૂડ અધૂરું છે. વહિદા રેહમાન હોય કે શ્રીદેવી હોય કે પ્રીતિ ઝીંટા અથવા કાજોલ, લતાએ ઘણી પેઢીની અભિનેત્રીઓને પોતાનો અવાજ આપ્યો છે. મ્યુઝિક ડિરેક્ટર બદલાતા રહ્યા પણ અવાજ તે જ રહ્યો.

દુનિયામાં કોઇ પણ સ્ત્રી આજ સુધી એવી નથી થઈ કે જેને પોતાના અવાજ પર આટલુ બધું નામ અને દૌલતની કમાણી કરી હોય. લતાજીએ પોતાના અવાજને હવામાં વિખેરીને બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને સમયાંતરે આનંદ પહોચાડ્યો છે. તેમણે લોરી ગાઈને બાળકોને સુવડાવ્યા છે. યુવા વર્ગને તેમના પ્રેમની અભિવ્યક્તિ આપી છે. ઘરડાઓને તેમના એકલાપણામાં પોતાના અવાજનો સહારો આપ્યો છે.

આજે લતા મંગેશકરના જન્મદિવસ પર સાંભળો તેમના સુપરહિટ સોંગ…

એ માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ

અજીબ દાસ્તા હૈ એ, કહાં શૂરું કહાં કખત્મ

લગ જા ગલે કી ફીર એ હંસી રાત હો ન હો

આજ ફીર જીને કી તમન્ના હૈ, આજ ફીર મારને કા ઈરાદા હૈ

હમને દેખી હૈ, ઉન આંખોની મહકતી ખુશ્બુ

સજન બિંદિયા લે લેગી તેરી નિંદિયા

તુજે સે નારાજ નહીં જિંદગી, હૈરાન હૂ મેં

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.