Not Set/ Birthday special/ 41 વર્ષની થઇ ઉર્વશી ધોળકિયા, 16 વર્ષની વયે કર્યા હતા લગ્ન અને…

ટીવીની કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકિયા આજે તેનો 41 મો જન્મદિવસ ઉજવી રહી છે. કોરોના વાયરસને કારણે અભિનેત્રી આ ખાસ દિવસ તેના પરિવાર સાથે ઘરે મનાવી રહી છે. ઉર્વશીનો જન્મ 9 જુલાઈ 1979 માં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. 6 વર્ષની ઉંમરે લક્સ સાબુ એડ ફિલ્મ કરી હતી. આ પછી તે ટીવી સીરિયલ ‘દેખ ભાઈ […]

Uncategorized

ટીવીની કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકિયા આજે તેનો 41 મો જન્મદિવસ ઉજવી રહી છે. કોરોના વાયરસને કારણે અભિનેત્રી આ ખાસ દિવસ તેના પરિવાર સાથે ઘરે મનાવી રહી છે. ઉર્વશીનો જન્મ 9 જુલાઈ 1979 માં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. 6 વર્ષની ઉંમરે લક્સ સાબુ એડ ફિલ્મ કરી હતી. આ પછી તે ટીવી સીરિયલ ‘દેખ ભાઈ દેખ’ માં દેખાઇ હતી જેમાં તેણે શિલ્પાની ભૂમિકા નિભાવી હતી. ખૂબ જ નાની ઉંમરે ઉર્વશીના લગ્ન થયાં. જ્યારે તેણે લગ્ન કર્યા ત્યારે તે માત્ર 16 વર્ષની હતી.

તેણે માત્ર નાનપણમાં લગ્ન જ કર્યા ન હતા, પરંતુ તે નાની ઉંમરે માતા પણ બની ગઈ હતી. 17 વર્ષની ઉંમરે, ઉર્વશી બે જોડિયા પુત્રો, સાગર અને ક્ષિતિજની માતા બની. ઉર્વશીનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને લગ્નના 2 વર્ષ પછી છૂટાછેડા થઇ ગયા. અભિનેત્રીએ એકલા હાથે પોતાના બે પુત્રોનો ઉછેર કર્યો.

Rishi's world: The bold, the bitch and the beautiful!!

ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકા બાસુની ભૂમિકાથી ઉર્વશી ખૂબ જ લોકપ્રિય થઇ હતી. એક સમય હતો જ્યારે ઉર્વશીની ઓળખ કોમોલિકાના નામથી થઈ હતી. ઉર્વશી બિગ બોસ સિઝન 6 માં જોવા મળી હતી અને તેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ઉર્વશી બિગ બોસ જેવા મોટા રિયાલિટી શોની વિજેતા પણ હતી.

બિગ બોસ જીત્યા બાદ તેણે 2 વર્ષનો વિરામ લીધો હતો. તે પોતાનો સમય તેના પુત્રોને આપવા માંગતી હતી. ઉર્વશી છેલ્લે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9 માં જોવા મળી હતી. આ શોમાં તેણે તેના એક્સ બોયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે ભાગ લીધો હતો. તે આ શો જીતી શકી નહીં, પરંતુ તેની ખૂબ પ્રશંસા થઈ હતી.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.