ગુજરાતમાં આગામી 21 ઓક્ટોબરનાં રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપે પોતાના 6 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. ખાસ રાધનપુર બેઠકને લઇને ઘણી અટકળો સાંભળવામાં આવતી હતી જેને હવે પૂર્ણ વિરામ મળી ગયુ છે. આ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ મળી છે. મળી રહેલી માહિતી મુજબ ભાજપનાં ઉમેદવારોએ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરી દીધા છે.
આપને જણાવી દઇએ કે, ભાજપે જે બેઠકો પર પોતાના ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે તેમાં થરાદથી જીવરજીભાઇ જગતભાઇ પટેલ, ખેરાલુથી અજમલભાઇ વાલાજી ઠાકોર, બાયડ બેઠક પરથી ધવઇસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, મરાઇવાડીમાંથી જગદીશભાઇ પટેલ, લુનાવાડાથી જીગ્નેશભાઇ સેવક અને રાધનપુરથી અલ્પેશ ઠાકોરને પોતાના ઉમેદવારો બનાવ્યા છે.
ભાજપે છેલ્લા ઘણા સમયથી રાધનપુરમાં કોને ટિકિટ મળશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત લાવ્યો છે. ગુજરાતમાં ઓબીસીનાં એક અગ્રણી નેતા તરીકે ઉભર્યા પછી, અલ્પેશ ઠાકોર 2017 ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં જોડાયા હતા અને પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. આ સાથે જ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2019 અંતર્ગત રાધનપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu_vaghaniની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવાર તરીકે શ્રી @AlpeshThakor_એ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. + pic.twitter.com/Ldrs3EkQbZ
— BJP Gujarat (@BJP4Gujarat) September 30, 2019
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન 21 ઓક્ટોબરનાં રોજ થવાનુ છે, જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરનાં રોજ થવાની છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
