Election/ બસ કંટાળી ગયા ‘આયારામો’થી? : પક્ષાંતર કરતા કોંગ્રેસીઓને લઇને રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કરી આવી વાત

ગુજરાતમાં ચૂંટણી આવે એટલે આયારામ-ગયારામની રાજનીતિ ચાલુ થઇ જાય અને પાછલા લાંબા સમયથી ભાજપે કોંગ્રેસમાં એટલા તો ગાબડા કરી અનેકને અનેક રીતે કોંગ્રેસમાંથી

Top Stories Gujarat Rajkot
kamlesh mirani બસ કંટાળી ગયા 'આયારામો'થી? : પક્ષાંતર કરતા કોંગ્રેસીઓને લઇને રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કરી આવી વાત

ગુજરાતમાં ચૂંટણી આવે એટલે આયારામ-ગયારામની રાજનીતિ ચાલુ થઇ જાય અને પાછલા લાંબા સમયથી ભાજપે કોંગ્રેસમાં એટલા તો ગાબડા કરી અનેકને અનેક રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં ખેંચી લીધા છે કે હવે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ઓરીજનલ ભાજપ કઇ તે જ કહેવુ મુશ્કેલ બન્યું છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં અવારનવાર મોકો જોઇને આવી જતા કે લાવવામાં આવતા નેતાઓને કોઇને કોઇ જગ્યાએ પ્લેસ કરવાનું પ્રોમિસ પક્ષાંતર સમયે કરવામાં આવતું હોય છે. અંતત: સ્થિતિ એવી આવી ગઇ છે કે ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ ભાજપમાં આવે છે અને કોઇને કોઇ બેઠકો તેમને ફાળવવાની આવે છે. કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું જો ભાજપ સેવી રહી છે. પરંતુ કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું સેવતા સેવતા હવે ક્યાંકને ક્યાંક લાગી રહ્યું છે કે ભાજપ પોતે જ કોંગ્રેસ યુક્ત થઇ ચૂક્યો છે. કોંગ્રેસ યુક્ત ભાજપનાં કારણે ભાજપનાં કર્મઠ કાર્યકર્તામાં ભારે રોષ જોવામાં અને આ રોષ હવે ધીમે ધીમે ફૂટી પણ રહ્યો છે અને સપાટી પર પણ આવી રહ્યો છે, તેવુ અનેક માથી આ કિસ્સામાં તો સ્પષ્ટ સામે આવી રહ્યું છે.

ડર / મોદીને ભાઈ કહેતી કરીમા બલોચના મૃતદેહથી એટલા ડરી ગયા ઈમરાન ખાન કે માઁ ને સુપ્રતે-એ-ખાક પહેલાં મોઢું પણ ન જોવા દેવાયું

bjp vs congress બસ કંટાળી ગયા 'આયારામો'થી? : પક્ષાંતર કરતા કોંગ્રેસીઓને લઇને રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કરી આવી વાત

Politics / રાહુલ ગાંઘી કોંગ્રેસ પ્રમુખ નહીં, તો શું આ નેતા જેવા વફાદારની શોધમાં છે સોનિયા ગાંધી ?

બીલકુલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ રાજકોટ શહેર ભાજપ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા મોટું નિવેદન જાહેર કરવામા આવ્યું છે. મીરાણી દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે, કોઇપણ શરતે કોંગ્રેસના કોઇ પૂર્વ કોર્પોરેટરને નહીં સ્વીકારાય. નહીં સ્વીકારાય એટલે કે, ટિકિટની કે પદની શરતે સ્વીકારવામાં નહીં આવે. બાકી ખાલી હાથ આવવું હોય તો કોઇ વાંધો નથી. મીરાણીએ વધુમાં જાહેર કરતા કહ્યું છે કે, પાર્ટીની વિચારધારને આવકારવામાં આવશે. કોઇને પણ આવવું હોય તો આવકારવામાં આવશે. ભાજપનો કાર્યકર્તા કોઈ પણ ચૂંટણી લડવા સક્ષમ તેને કોઇનાં ઉછીના કે ઉતરી આવેલા ઉમેદવારની જરુર નથી. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા ઉમેદવારોનાં ચયન મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શહેરનાં તમામ વોર્ડ માટે વોર્ડ દીઠ 16 લોકોની (ઉમેદવારોની) પેનલ બનાવવામાં આવશે. પેનલ બનાવી પાર્લામેન્ટ્રી બોર્ડ સરક્ષ મુકાશે. અંતીમ નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા લેવામાં આવશે. આપને જણાવી દઇએ કે, રાજકોટ શહેર ભાજપનાં 800થી વધુ કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા ઇચ્છા વ્યક્ત કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…