Bharuch/ ભાજપ સરકાર આદિવાસીઓને આતંકવાદી અને નક્સલવાદી બનાવી દે છે, ભાજપ-કોંગ્રેસ મુક્ત ગુજરાતએ અમારા ગઠબંધનનો નારો: છોટુભાઈ વસાવા

વાલીયા માલજીપુરા છોટુભાઈના ઘરે બંધ બારણે ગુપ્ત મિટિંગ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંયુક્ત રીતે હાથ અજમાવવાની રણનીતિ ઘડવાની વાતચીત થઈ હતી.

Top Stories Gujarat Others
chhotu vasava ભાજપ સરકાર આદિવાસીઓને આતંકવાદી અને નક્સલવાદી બનાવી દે છે, ભાજપ-કોંગ્રેસ મુક્ત ગુજરાતએ અમારા ગઠબંધનનો નારો: છોટુભાઈ વસાવા

@મુનિર પઠાણ, ભરૂચ

BTP અને AIMIM ના ગઢબંધન ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજ રોજ બિટીપીના છોટુભાઈ વસાવા અને મહારાષ્ટ્રના mp ઈમ્તિયાઝ જલીલ અને માજી ધારાસભ્ય વારીશ પઠાણ ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા.  છોટુભાઈએ ફુલમાળા , અને સાલ પહેરાવી બંનેનું સ્વાગત કર્યું હતું.

વાલીયા માલજીપુરા છોટુભાઈના ઘરે બંધ બારણે ગુપ્ત મિટિંગ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંયુક્ત રીતે હાથ અજમાવવાની રણનીતિ ઘડવાની વાતચીત થઈ હતી.  ભાજપ અને કોંગ્રેસ એક જ છે, જેથી પ્રજાને એક નવા પક્ષ અને ઉમેદવારની જરૂરત જણાઈ રહી છે. જેથી આવનાર સમયે ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય અને નગરપાલિકા ચૂંટણી રસપ્રદ બની રહે તેવી શકયતા છે.  ગઠબંધન પાર્ટીના ઉમેદવારોને ગુજરાતભરમાં ઉતારવાની  મોટી જાહેરાત પણ કરવામાં આવી છે.  સ્થાનિક સ્વરાજય અને નગરપાલિકા ઇલેક્સનમાં ઉમેદવારો ઉતારવાની તૈયારી બતાવતાં સ્થાનિક રાજકરણમાં ગુલાબી ઠંડીમાં રાજકીય ગરમાવો વધ્યો છે.

આ અંગે માહિતી આપતા BTP ના છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, દેશ ભલે આઝાદ થયો પણ SC, ST, OBC અને મુસ્લિમોને આઝાદી મળી જ નથી.  ભાજપ સરકાર આદિવાસીઓને આતંકવાદી અને નક્સલવાદી બનાવી દે છે, ભાજપ-કોંગ્રેસ મુક્ત ગુજરાત એ અમારા ગઠબંધનનો નારો છે. તો AIMIM ના ઈમ્તિયાઝ જલીલએ જણાવ્યું હતું કે, છોટુભાઈ વસાવા-અસદુદ્દીન ઓવૈશીએ રાજનીતિ ઓછી સેવા વધારે કરી, હમેશા સંવિધાનની વાત કરી એટલે આ ગઠબંધન થયું. અમારું તાકતવર જોડાણ હશે લોકોના પ્રશ્ન હલ કરવા અમારી પ્રાથમિકતા રહેશે.  અમારો ફાયદો એટલે અત્યાર સુધી SC, ST, OBC અને માયનોરિટીને જે પાછળ રાખ્યા એમને આગળ કરવા છે.  અમે છોટુભાઈ વસાવા-મહેશભાઈ વસાવાને હૈદરાબાદ આવવા આમંત્રણ આપવા આવ્યા છે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ BTP-AIMIM સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે એવી છોટુભાઈ વસાવાએ જાહેરાત કરતા રાજકીય મોરચે એ ચર્ચાનો વિષય બન્યો છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પેહલા AIMIM ના નેતા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને AIMIM ના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે ચૂંટણી સંદર્ભે BTP MLA છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા સાથે એમના નિવાસ્થાને ઔપચારિક મુલાકાત કરી રણનીતિ મુદ્દે ચર્ચાઓ કરી હતી.

આ મુલાકાત દરમિયાન BTP MLA છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દેશ ભલે આઝાદ થયો પણ SC, ST, OBC અને મુસ્લિમોને આઝાદી મળી જ નથી. અમે અગાઉ કોંગ્રેસ અને બીજેપી સાથે ગઠબંધન કર્યું પણ આદિવાસી સમાજનું કોઈ ભલું થયું જ નહિ.AIMIM ના અસદુદ્દીન ઓવૈશી દેશમાં બંધારણ માટે લડે છે એટલે જ અમે એમની સાથે ગઠબંધન કર્યું છે.ભાજપ સરકારે આદિવાસીઓના હક, અધિકારો નથી આપ્યા.ઈકો સેન્સિટિવ ઝોન કાયદો બનાવી નર્મદા જિલ્લાના 121 ગામોના આદિવાસીઓની જમીન પણ છીનવી લેશે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં પણ 17 ગામોની જમીન સરકારે છીનવી લીધી.ભાજપ સરકાર આદિવાસીઓને આતંકવાદી અને નક્સલવાદી બનાવી દે છે, ભાજપ-કોંગ્રેસ મુક્ત ગુજરાત એ અમારા ગઠબંધનનો નારો છે.અમે AIMIM ના નેતાઓ સાથે બેઠકોની વહેચણી મુદ્દે ચર્ચાઓ કરીશું, આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ BTP-AIMIM સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે.

chhotu vasava 1 ભાજપ સરકાર આદિવાસીઓને આતંકવાદી અને નક્સલવાદી બનાવી દે છે, ભાજપ-કોંગ્રેસ મુક્ત ગુજરાતએ અમારા ગઠબંધનનો નારો: છોટુભાઈ વસાવા

જ્યારે AIMIM ના નેતા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદના MP ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો અવાર નવાર હૈદરાબાદ આવીને અસદુદ્દીન ઓવૈશીને કેહતા હતા કે ગુજરાતમાં AIMIM એ આવવું જોઈએ, હવે એ યુવાનોની ઈચ્છા પૂર્ણ થશે.છોટુભાઈ વસાવા અને અસદુદ્દીન ઓવૈશીએ રાજનીતિ ઓછી પણ સેવા વધારે કરે છે અને હમેશા સંવિધાનની વાત કરે છે એટલે આ ગઠબંધન થયું છે.ગુજરાતની રાજનીતિમાં પેહલા ફક્ત કોંગ્રેસ-ભાજપ એમ 2 જ ખેલાડી હતા એટલે લોકો કમને પણ બન્નેવ માંથી એક પાર્ટીને મત આપતા હતા, પણ હવે BTP-AIMIM નવા વિકલ્પના રૂપમાં આવ્યું છે.અમારું તાકતવર જોડાણ હશે લોકોના પ્રશ્ન હલ કરવા અમારી પ્રાથમિકતા રહેશે.અમારી પાર્ટીના આવવાથી કોને ફાયદો થશે કે કોને નુકશાન જશે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી.અમે તો અમારા ફાયદા માટે ગુજરાત આવ્યા છે.અમારો ફાયદો એટલે અત્યાર સુધી SC, ST, OBC અને માયનોરિટીને જે પાછળ રાખ્યા એમને આગળ કરવા એ જ અમારો ફાયદો.

ઈમ્તિયાઝ જલીલે વધુમાં જણાવ્યું હતું કે અમે AIMIM ના સંગઠન બાબતે BTP ને પુછીશું સારા વ્યક્તિને જોડીશું.ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈશીના ચાહવાવાળા ઘણા લોકો છે, એવા લોકો જોશથી કામ કરે છે એટલે એવા લોકોનો જોશ અને છોટુભાઈ વસાવા-મહેશભાઈ વસાવાનો હોશ મળી જશે એટલે અમે ગુજરાતમાં તેહેલકો મચાવીશું.કોંગ્રેસ-ભાજપ માંથી નારાજ લોકોને ટીકીટ આપશો એ પ્રશ્નના જવાબમાં એમણે જણાવ્યું કે અમારા દરવાજા દરેક લોકો માટે ખુલ્લા છે.અમે છોટુભાઈ વસાવા-મહેશભાઈ વસાવાને હૈદરાબાદ આવવા આમંત્રણ આપવા આવ્યા છે, તેઓ હૈદરાબાદ આવે અને અસદુદ્દીન ઓવૈશીના કાર્યોને જાતે જોવે, હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈશી સાથે બેઠક બાદ આગળની રણનીતિ અને ચૂંટણી ઢંઢેરા બાબતે જાહેરાત કરાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…