mp news/ મોટરસાઇકલ પર આવી, ગોળીબાર કર્યો ભાજપ નેતાની છાતીમાં ગોળી વાગતાં થયું મોત

મઘ્યપ્રદેશના કટનીમાં, મોટરસાઇકલ પર આવી માસ્ક પહેરેલા હુમલાખોરોએ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી

India Trending
BJP leader shot dead on motorcycle in Katni

મઘ્યપ્રદેશના કટનીમાં માસ્ક પહેરેલા હુમલાખોરોએ ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી. શંકાસ્પદો મોટરસાઇકલ પર આવ્યા, ગોળીબાર કર્યો અને ભાગી ગયા. છાતીમાં ગોળી વાગતાં ભાજપ નેતા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી ગયા. ત્યારબાદ ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને ફોન કર્યો. પોલીસ પહોંચી અને ભાજપ નેતાને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આ ઘટના મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ કૈમોર નગરમાં બેંક ઓફ બરોડા પાસે બની હતી.

મળતી મહિતી મુજબ, ભાજપ પછાત વર્ગ બોર્ડના પ્રમુખ નીલેશ રજક બાઇક પર બજાર જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલા માસ્ક પહેરેલા બદમાશોએ તેમના પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

CCTV ફુટેજ દ્વારા હુમલાખોરોની શોધખોળ શરૂ
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે બે હુમલાખોરો બાઇક પર આવી અને ભાજપ નેતા પર ગોળીબાર કરી રહ્યા હતા. પોલીસે ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. હુમલાખોરોની ઓળખ અને શોધખોળના પ્રયાસો ચાલુ છે. પ્રારંભિક તપાસમાં હત્યાનો હેતુ બહાર આવ્યો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Aandhra Pradesh News/ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે, 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે

આ પણ વાંચો: દિલ્હી હત્યાકાંડ: ફોરેન્સિક વિદ્યાર્થીનીનો ઘી-તેલ-વાઈનથી ‘પરફેક્ટ મર્ડર’ પ્લાન, CCTVએ ખોલી પોલ

આ પણ વાંચો: બ્રહ્મોસ-2 મિસાઇલ પાકિસ્તાન અને ચીનના 20-25% ભાગને આવરી લેશે