visits/ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી દ્ધારા ભવ્ય સ્વાગત

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી દ્ધારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Top Stories Gujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાતનો પોતાનો કાર્યક્રમ પુર્ણ કરી ઉજ્જેન પહોંચ્યા. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી દ્ધારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરોબર જામતો જાય છે. એક પછી એક તમામ પક્ષ ગુજરાતની જનતાને આકર્ષવાના તમામ પ્રયત્ન કરી રહ્યાં છે. જેમાં સત્તાધારી પક્ષ એટલે કે બીજેપી પણ પાછળ નથી. પ્રધાનમંત્રી સતત ગુજરાતની મુલાકાતે આવતા રહે છે. અમિત શાહ પણ નવરાત્રી દરમિયાન ગુજરાત આવ્યા હતા. ત્યારે ફરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્ધારા અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું. નોંધનીય છે કે જે.પી.નડ્ડા  આવતીકાલે ભાજપ ગુજરાત પ્રદેશ દ્ધારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રાને લીલી ઝંડી આપશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ બહુચરાજી અને દ્ધારાકાજીથી કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપસ્થિતી રહીને યાત્રાનો આરંભ કરશે.