રાજકીય સંકટ/ ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં! શિવસેનાના નેતા સંજ્ય રાઉતે કહ્યું ‘સરકાર પર કોઇ સંકટ નથી!સી.આર.પાટીલ પર આરોપ

શિવસેનાના મંત્રી એકનાથ શિંદે ચૂંટણી બાદથી શિવસેનાના સંપર્કમાં નથી. આ અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ઉદ્વવ ઠાકરે સરકાર પર કોઈ સંકટ નથી,

Top Stories India
5 50 ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં! શિવસેનાના નેતા સંજ્ય રાઉતે કહ્યું 'સરકાર પર કોઇ સંકટ નથી!સી.આર.પાટીલ પર આરોપ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારમાં બગાવત  જોવા મળી રહી છે. શિવસેનાના મંત્રી એકનાથ શિંદે ચૂંટણી બાદથી શિવસેનાના સંપર્કમાં નથી. આ અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ઉદ્વવ ઠાકરે સરકાર પર કોઈ સંકટ નથી, સરકાર માટે કોઈ તોફાન અને ભૂકંપ નહીં આવે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપે પહેલા પણ હાથ અજમાવ્યો છે, પરંતુ આ વખતે પણ તે સફળ નહીં થાય. મહારાષ્ટ્ર સરકારને હલનચલન કરવા દેશે નહીં. ટૂંક સમયમાં જ તમામ ધારાસભ્યો પાછા ફરશે.સંજ્ય રાઉતે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પર ષડયંત્ર કર્યાનો આરોપ લગાવ્યો છે.

શિવસેનાના એકનાથ સિંદે સુરતની એક ખાનગી હોટલમાં રોકાયાની ચર્ચા ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમની સાથે 20  ધારાસભ્યો પણ સાથે છે.તે ઘણા સમયથી શિવસેનાથી નારાજ ચાલી રહ્યા હતા.મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે તીવ્ર સ્પર્ધા ટાલી રહી છે, ભાજપ હાલ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા કામે લાગી ગઇ છે.

શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ સિંદે 20 ધારાસભ્યો સાથે સુરતમાં હોવાની માહિતી મળી રહી છે. શિવસેનાના નેતા સંજ્ય રાઉતે ફરી એકવાર ભાજપ પર પ્રહારો કર્યો હતો અને કહ્યું કે આ રાજસ્થાન અને મધ્યપ્રદેશ નથી આ તો મહારાષ્ટ્ર છે.રાજય સરકાર પર કોઇ સંકટ નથી,જે ધારાસભ્યો ગયા છે તે સત્વરે પરત આવશે.સંજ્ય રાઉતે વધુમાં કહ્યું કે આ ષડયંત્ર સીઆર પાટીલે રચ્યો છે તે ધારાસભ્યોને સાચવી રહ્યા છે, અમારા ધરાસભ્યો શિવસેનાને વરેલા છે તેથી અમને કોઇ સંકટ જોવા તો નથી.

કુલ બેઠકો- 288
સત્તા માટે જરૂરી બેઠક- 145
શિવસેના-56
એનસીપી- 54
કોંગ્રેસ- 44
બીજેપી- 105
અન્ય- 29

ભાજપે સત્તા બનાવવા માટે તાકાત ઝોંકી દીધી છે, આ પહેલા પણ ભાજપે રણનીતિ અપનાવી હતી પરતું તેમાં તે સફળ નીવડ્યા ન હતા આ વખતે પ્લાનિંગ સાથે ઉતરી છે .