મહારાષ્ટ્રના રાજકારણ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે બહુ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ઉદ્વવ ઠાકરે બીમારીના કારણે સીએમ પદ છોડી દે છે તો તેઓ પત્ની રશ્મિ અથવા પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવી શકે છે.
મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે બહુ મોટુ નિવેદન આપ્યું છે. જેનાથી રાજ્કીય માહોલ ગરમાયું છે. મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની તબિયત સારી ન રહેતી હોવાથી આ નિવેદન તેમણે આપ્યું છે. હાલ કોઇ પ્રતિક્રિયા શિવસેના તરફથી આ મામલે આપવામાં આવી નથી. હાલ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર સત્તામાં છે તેમાં કોંગ્રેસ,શિવસેના, અને એનસીપી સામેલ છે,ભાજપ અધ્યક્ષના આ નિવેદનને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.
