Political/ BJP-TMC રહો તૈયાર, શિવસેના આવી રહી છે પશ્ચિમ બંગાળ

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નાં વડા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી માટે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે….

India
sssss 85 BJP-TMC રહો તૈયાર, શિવસેના આવી રહી છે પશ્ચિમ બંગાળ

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નાં વડા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી માટે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ રાજ્યમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે, આ દરમિયાન, હવે મહારાષ્ટ્રનો શાસક પક્ષ શિવસેના પણ, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી, 2021 ની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. શિવસેનાનાં નેતા સંજય રાઉતે રવિવારે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેવા વિશે માહિતી આપતાં શિવસેનાનાં નેતા સંજય રાઉતે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘પક્ષનાં વડા ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કર્યા પછી શિવસેનાએ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. અમે ટૂંક સમયમાં કોલકતા પહોંચીશું. જય હિન્દ’. મહત્વનું છે કે, ઘણા રાજકીય પક્ષો પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ માટે કમર કસી રહ્યા છે. દરમિયાન શિવસેનાનાં પણ ચૂંટણીમાં ભાગ લેવાનુ સામે આવતા માનવામાં આવી રહ્યું છે કે ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે.

જણાવી દઈએ કે, કોંગ્રેસનાં નેતા અધિર રંજન ચૌધરીએ શુક્રવારે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોંગ્રેસમાં જોડાવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને હરાવવા ટીએમસી કોંગ્રેસ સાથે આ ચૂંટણી લડે. કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીની આ ટિપ્પણી સૌગત રોય દ્વારા કોંગ્રેસ અને સીપીએમને ટીએમસી ની સાથે મળીને બંગાળની ચૂંટણી લડવાના નિવેદન પર આવી છે.

Political / ચિરાગ પાસવાનને મોટો ઝટકો, લગભગ બે ડઝન નેતાઓએ LJP થી છેડો ફાડ…

Tripura / કોંગ્રેસ અધ્યક્ષ પિયુષ કાંતિ બિસ્વાસ પર થયો હુમલો, હોસ્પિટલમ…

કૃષિ આંદોલન / ખેડૂત આંદોલનનો નથી દેખાતો અંત, 26મીએ ટ્રેક્ટર માર્ચ માટે મક્…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો