દુર્ઘટના/ ગોંડલની સિમેન્ટ ફેક્ટરીમાં બ્લાસ્ટ, ત્રણ શ્રમિકોએ ગુમાવ્યું જીવ

રાજકોટના ગોંડલ ખાતે આવેલ હાઇ બોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં વહેલી સવારે ફેકટરીમાં લોખંડની ટાંકીમાં વેલ્ડીંગ કરતા  બ્લાસ્ટ થયો હતો. જેમાં 3 શ્રમિકોના મોતએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Top Stories Gujarat Rajkot
સિમેન્ટ ફેક્ટરીમાં
  • રાજકોટઃ ગોંડલની સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત
  • હાઇ બોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત
  • અકસ્માતમાં 3 શ્રમિકોના મોત

રાજકોટમાંથી હાલ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલની સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યાં છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યા છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, રાજકોટના ગોંડલ ખાતે આવેલ હાઇ બોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં વહેલી સવારે ફેકટરીમાં લોખંડની ટાંકીમાં વેલ્ડીંગ કરતા  બ્લાસ્ટ થયો હતો. જેમાં 3 શ્રમિકોના મોતએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્‍માત સર્જાતા ફેક્‍ટરીના આશિષ હમીર ભાઈ સોલંકી (ઉં.વ.૨૫) રહે દેવલપુર ગીર સોમનાથ, રાહુલ જસાભાઈ પંપાણિયા (ઉં.વ. ૨૨) રહે સુત્રાપાડા તેમજ અમર શિવધારા ભાઈ વિશ્વકર્મા (ઉં.વ.૩૩) રહે બલવા ગોરી ઉત્તર પ્રદેશ વાદળા ઓના મોત નિપજયા હતા.

તાલુકા પીએસઆઇ એસજી કેશવાલા તેમજ હેડ કોન્‍સ્‍ટેબલ પી બી વાલાણી એ દોડી જાય તપાસ હાથ ધરી હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્‍પિટલે ખસેડાયા હતા અકસ્‍માત કઈ રીતે સર્જાયો તે હજુ બહાર આવ્‍યું ન હોય પોલીસે તપાસ હાથ ધરી હતી.

મૃતક અમર શિવધારાભાઇ વિશ્વકર્મા પરણીત છે જ્‍યારે અન્‍ય બે યુવકો અપરણીત હોવાનું જાણવા મળ્‍યું છે. આ ત્રણેય યુવકો કંપનીમાં નાઇટ સિફટમાં કામ કરી રહ્યા હતા. આજે વહેલી સવારે 15 થી 20 હજાર લીટરની ક્ષમતાવાળી જ્‍વલનશીલ પ્રવાહી ભરેલ ટાંકી પાસે વેલ્‍ડીંગ કરી રહ્યા હતા ત્‍યારે દુર્ઘટના સર્જાય હતી અને ત્રણેયનો ભોગ લેવાયો હતો. આ યુવકો કંપનીની લેબર કોલોની ખાતે કવાર્ટરમાં રહેતા હતા.

આ પણ વાંચો: દેશમાં કોરોનાના કેસમાં બે ટકાનો ઘટાડો,છેલ્લા 24 કલાકમાં નવા 2541 કેસ,30 દર્દીઓના મોત

આ પણ વાંચો:ગીરનો યુવક અને અમેરિકાની યુવતી ઓનલાઇન મળ્યા અને પછી…… કર્યું કૈક આવું

ગુજરાતનું ગૌરવ