Not Set/ રસ્તાઓ પર નાકાબંધી કરીને 108 કે એમ્બ્યુલન્સમાં ને સિવિલ જતા અટકાવવામાં આવી…

વલસાડ ની. સિવિલ હોસ્પિટલ ફૂલ થતા હવે દર્દી ઓને રસ્તા પર સારવાર લેવાનો વારો આવ્યો છે.  વલસાડની સિવિલ ની આસપાસ અને સિવિલ હોસ્પિટલ જતા રસ્તાઓ પર 108 અને ખાનગી એમ્બ્યુલન્સ ની લાંબી લાઈનો લાગી છે.

Gujarat Others Trending
priyanka gandhi 15 રસ્તાઓ પર નાકાબંધી કરીને 108 કે એમ્બ્યુલન્સમાં ને સિવિલ જતા અટકાવવામાં આવી...

વલસાડ ની. સિવિલ હોસ્પિટલ ફૂલ થતા હવે દર્દી ઓને રસ્તા પર સારવાર લેવાનો વારો આવ્યો છે.  વલસાડની સિવિલ ની આસપાસ અને સિવિલ હોસ્પિટલ જતા રસ્તાઓ પર 108 અને ખાનગી એમ્બ્યુલન્સ ની લાંબી લાઈનો લાગી છે. તો બીજી તરફ  વલસાડમાં સિવિલ હોસ્પિટલ તરફ જતી 108 અને એમ્બ્યુલન્સ ને રસ્તા માં જ રોકી રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેને લઇ પોલીસ  રસ્તાપર j  સિવિલ તરફ જતી એમ્બ્યુલન્સ ને અટકાવી રહી છે અને રોકી રહી છે.

પોલીસને આવા આદેશ માત્ર ને માત્ર હોસ્પીટલમાં વધુ પડતા દર્દીઓનો  જમાવડો રોકવા માટે જ આપવામાં આવ્યા છે.  વલસાડ સિવિલ હોસ્પીટલ દર્દીઓથી ફૂલ થઈ ચુકી છે. નવા દર્દીઓને કયા રાખવા એ હોસ્પિટલ માટે એક વિકટ પ્રશ્ન બન્યો છે.

જેને પગલે પોલીસને  વલસાડ સિવિલ તરફ જતી એમ્બ્યુલન્સ ને રોકવા માટે આદેશ આપવામાં આવ્યા છે.  પોલીસ ને આદેશ કરાતા પોલીસ એ શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી ને 108 કે એમ્બ્યુલન્સ માં આવતા દર્દી ઓ જે સિવિલ જતા દર્દી ઓને અટકાવી રહી છે.

વલસાડની 400 બેડ ની સિવિલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે એટલે દર્દી ઓને રસ્તા પર ઝઝૂમવા અને રજળતા, 108 એમ્બ્યુલન્સ ના સહારે મુકવા માં આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ફરી ક્યારે નવા આદેશ કરવામાં આવે કે દર્દી ઓને સમય સર સારવાર મળે…