Not Set/ “બોર્ડના અધિકારી કોહલીને એટલો પૂજે છે, એટલા તો કેબિનેટના મંત્રી પીએમને પૂજતા નહીં હોય” : ગુહા

નવી દિલ્હી, દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં પ્રથમ બે ટેસ્ટમાં હારનો સ્વાદ લઇ ચુકેલી ભારતીય ટીમના પ્રદર્શન અંગે ઠેર-ઠેર આલોચનાઓ થઇ રહી છે. ત્યારે ઈતિહાસકાર અને બીસીસીઆઈના પૂર્વ પ્રશાસક રહેલા રામચંદ્ર ગુહાએ કેપ્ટન વિરાટ કોહલીના વર્તનની આલોચના કરી છે. બીસીસીઆઈને વિરાટના અહંકાર સામે સમર્પણની સંસ્થા છે. ગુહાએ વિરાટને બીસીસીઆઈમાં વધતા જતા મહત્વની ટીકા કરતા […]

Sports
ramachandra guha new 759 "બોર્ડના અધિકારી કોહલીને એટલો પૂજે છે, એટલા તો કેબિનેટના મંત્રી પીએમને પૂજતા નહીં હોય" : ગુહા

નવી દિલ્હી,

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં પ્રથમ બે ટેસ્ટમાં હારનો સ્વાદ લઇ ચુકેલી ભારતીય ટીમના પ્રદર્શન અંગે ઠેર-ઠેર આલોચનાઓ થઇ રહી છે. ત્યારે ઈતિહાસકાર અને બીસીસીઆઈના પૂર્વ પ્રશાસક રહેલા રામચંદ્ર ગુહાએ કેપ્ટન વિરાટ કોહલીના વર્તનની આલોચના કરી છે.

બીસીસીઆઈને વિરાટના અહંકાર સામે સમર્પણની સંસ્થા છે.

ગુહાએ વિરાટને બીસીસીઆઈમાં વધતા જતા મહત્વની ટીકા કરતા જણાવ્યું હતું કે, “બોર્ડના અધિકારી કોહલીને એટલો પૂજે છે, તેટલા તો કેન્દ્ર સરકારમાં કેબિનેટના મંત્રી વડાપ્રધાનને પૂજતા નહીં હોય. વિરાટને લોકો અને વસ્તુને કાબુમાં રાખવાનું સરળતાથી આવડે છે. ત્યાં સુધી કે દરેક મહત્વના નિર્ણયોમાં ભારતીય કેપ્ટનની સલાહ લેવામાં આવે છે. ગુહાએ બીસીસીઆઈને વિરાટના અહંકાર સામે સમર્પણની સંસ્થા ગણાવી હતી.

પૂર્વ કોચ અનિલ કુંબલેને જવાનું કારણ પણ આજ બન્યું છે.

કોલકત્તા ટેલીગ્રાફમાં પ્રકાશિત થયેલા એક લેખમાં તેઓએ કહ્યું હતું કે, “મેદાન અને મેદાનની બહાર માત્ર વિરાટ જ દેખાય છે. તે ભારતીય રમત ઈતિસાહનું અનોખું ઉદાહરણ છે. તેમણે કોહલીની સમકક્ષ માત્ર અનિલ કુંબલેને ગણાવ્યા. કુંબલેને જવાનું કારણ પણ આજ બન્યું. ગુહાએ પસંદગી સમિતિ પર પણ નિશાન સાધતા કહ્યું કે સચિન, ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને વિનોદ રાય કોહલીથી ડરેલા હતા. ત્યારે તો ટોમ મુડી અને અન્યની સામે રવિ શાસ્ત્રીની પસંદગી કરવામાં આવી હતી”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, માર્ચ ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, ૨૦૧૨માં બેંગ્લોર ટેસ્ટ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ, એડિલેડ ટેસ્ટમાં વિરાટના પ્રદર્શનને જોયા બાદ તેના મગજમાં નાનપણથી બનેલી છબી એક નવો આકાર લેવા લાગી હતી અને તેની નવી ટીમ ઓલ ટાઈમ ઈન્ડિયા ઇલેવનમાં સચિન, ગાવસ્કર, દ્રવિડ, સહેવાગની સાથે વિરાટની જગ્યા નક્કી થઈ ગઈ હતી. તેઓએ વિરાટને કરિશ્માઈ ખેલાડી ગણાવ્યો, પરંતુ તેમના ચાર મહિનાના કાર્યકાળ દરમિયાન બીસીસીઆઈમાં વિરાટના વધતા કદને બીન જરૂરી ગણાવ્યો હતો.

મહત્વનું છે કે, રામચંદ્ર ગુહા ક્રિકેટના કામકાજને જોવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટરના સભ્ય પણ હતા. પણ તેઓએ ભારતીય ક્રિકેટમાં સુપરસ્ટારનો હવાલો આપીને માત્ર ચાર મહિનામાં જ આ પદ્દ છોડી દીધું હતું.