Not Set/ આચાર્યે વિદ્યાર્થીને શિક્ષક પર ચોંક ફેરવાની બદલામાં આપી આવી  સજા..

વડોદરા,  એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એક્સપરિમેન્ટલ સ્કૂલમાં રવિવારે  ધો-9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને આચાર્યે ફૂટપટ્ટીથી ફટકારતા આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. આચાર્યનું કહેવુ છે કે, શિક્ષકાને ચોક મારતો હોવાથી વિદ્યાર્થીને નાછૂટકે પાઠ ભણાવવો પડયો. એક્સપરિમેન્ટલ સ્કૂલમાં યુનિવર્સિટીના બીએડ કોર્સની વિદ્યાર્થિની પણ શિક્ષિકા તરીકે ભણાવે છે.  આવી એક શિક્ષિકાએ 9મા ધોરણના કેટલાક વિદ્યાર્થીઓ વર્ગમાં મસ્તી કરતા હોવાની ફરિયાદ આચાર્ય […]

Gujarat
corporal punishment આચાર્યે વિદ્યાર્થીને શિક્ષક પર ચોંક ફેરવાની બદલામાં આપી આવી  સજા..

વડોદરા,

 એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એક્સપરિમેન્ટલ સ્કૂલમાં રવિવારે  ધો-9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને આચાર્યે ફૂટપટ્ટીથી ફટકારતા આ ઘટના ચર્ચાનો વિષય બની હતી.

આચાર્યનું કહેવુ છે કે, શિક્ષકાને ચોક મારતો હોવાથી વિદ્યાર્થીને નાછૂટકે પાઠ ભણાવવો પડયો. એક્સપરિમેન્ટલ સ્કૂલમાં યુનિવર્સિટીના બીએડ કોર્સની વિદ્યાર્થિની પણ શિક્ષિકા તરીકે ભણાવે છે.

 આવી એક શિક્ષિકાએ 9મા ધોરણના કેટલાક વિદ્યાર્થીઓ વર્ગમાં મસ્તી કરતા હોવાની ફરિયાદ આચાર્ય સમક્ષ કરી હતી.

 ઈન્ચાર્જ આચાર્યનુ કહેવુ છે, કે ધો-9નો એક વિદ્યાર્થી શિક્ષિકા ભણાવતી હોય ત્યારે તેને ચોકના ટુકડા મારતો હતો અને તેના માટે અઘટિત શબ્દોનો પ્રયોગ કરતો હોવાનુ પણ મને જાણવા મળ્યુ હતુ. આથી આ વિદ્યાર્થીને મેં વર્ગમાં બોલાવીને સબક શિખવાડવા માટે ફૂટપટ્ટી મારી હતી. તો બીજી તરફ આ વિદ્યાર્થીના વાલીએ કહ્યું હતું કે, મારા પુત્રે મસ્તી કરી હોવાથી તેને આચાર્યે ફૂટપટ્ટી મારી હતી તેના લીધે તેને આગંળી પર સોજો આવી ગયો છે.