Not Set/ ગાંધીનગર: સરદાર જયંતી નિમિતે પાટીદારોનો કાર્યક્રમ, વાહન વિભાગ પાસે બસોની કરી માંગ

ગાંધીનગર, સરદાર જયંતી નિમિતે નર્મદા ડેમ પાસે પાટીદારોએ એક કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જેમાં જનમેદની એકઠી કરવા માટે પાટીદારો રાજ્યના વાહન વિભાગ પાસે બસોની ફાળવણીની માંગ કરી છે. બસોની ફાળવણીને લઇને પાટીદાર અગ્રણી દિલીપ સાબવાએ જણાવ્ય હતુ કે, ભાજપને જો કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા માટે બસો ફાળવવામાં આવતી હોય તો પાટીદારોને પણ બસો ફાળવવામાં આવે. […]

Gujarat Trending
mantavya 108 ગાંધીનગર: સરદાર જયંતી નિમિતે પાટીદારોનો કાર્યક્રમ, વાહન વિભાગ પાસે બસોની કરી માંગ

ગાંધીનગર,

સરદાર જયંતી નિમિતે નર્મદા ડેમ પાસે પાટીદારોએ એક કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જેમાં જનમેદની એકઠી કરવા માટે પાટીદારો રાજ્યના વાહન વિભાગ પાસે બસોની ફાળવણીની માંગ કરી છે.

બસોની ફાળવણીને લઇને પાટીદાર અગ્રણી દિલીપ સાબવાએ જણાવ્ય હતુ કે, ભાજપને જો કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા માટે બસો ફાળવવામાં આવતી હોય તો પાટીદારોને પણ બસો ફાળવવામાં આવે.

સરદાર જયંતી નિમિતે નર્મદા ડેમ પાસે અમારો ધર્મ પ્રેરણા રથ નામના કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જેમાં 30 હજાર જેટલી જનમેદની ઉમટે તેવી શક્યતા છે.

વિશાળ જનમેદનીને કાર્યક્રમમાં આવવામાં કોઇ અડચણ ઉભી ન થાય તે માટે રાજ્યના વાહન વિભાગ પાસે માંગ કરી. દિલીપ સાબવાએ કહ્યુ હતુ કે બસો સાર્વજનીક છે. સમાજ માટે માંગ કરીએ છિએ. સરકાર બસનું જે ભાડુ માંગે તે પાટીદારો ચુકવવા તૈયાર છે.