Not Set/ દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલ અને વાહન વ્યવહાર પર ભારે અસર

દક્ષીણ ગુજરાત, વાપી, વલસાડ, બીલીમોરા સહિતના દક્ષીણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદના કારણે વાહન વ્યાવહાર પર અસર પડવા પામી છે. અમદાવાદથી દક્ષીણ ગુજરાત તરફ જતી ગુજરાત એસટીની લગભગ 70 બસો પણ ભારે વરસાદના કારણે પ્રભાવિત થઈ છે. ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ થવાથી વાહન વ્યવહાર તેમજ રેલ્વે પરિવહનને પણ અસર થવા પામી છે. મુખ્યત્વે સુરતથી વિરાર […]

Top Stories Gujarat Surat
Railway Track દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલ અને વાહન વ્યવહાર પર ભારે અસર

દક્ષીણ ગુજરાત,

વાપી, વલસાડ, બીલીમોરા સહિતના દક્ષીણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદના કારણે વાહન વ્યાવહાર પર અસર પડવા પામી છે. અમદાવાદથી દક્ષીણ ગુજરાત તરફ જતી ગુજરાત એસટીની લગભગ 70 બસો પણ ભારે વરસાદના કારણે પ્રભાવિત થઈ છે.

ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ થવાથી વાહન વ્યવહાર તેમજ રેલ્વે પરિવહનને પણ અસર થવા પામી છે. મુખ્યત્વે સુરતથી વિરાર જતી ટ્રેન સેવાઓ પ્રભાવિત થઇ છે. ટ્રેન સેવાઓ પ્રભાવિત થવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

satish jha ahmedabad rains દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલ અને વાહન વ્યવહાર પર ભારે અસર

ક્રાંતિ રાજધાની, ફ્લાઇંગ રાણી, કચ્છ એક્સપ્રેસ, શતાબ્દિ એક્સપ્રેસ અને ગુજરાત એક્સપ્રેસ વરસાદને કારણે રેલ્વે ટ્રેક નજીક જમીનનું ધોવાણ થયું હોવાથી નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. ભીલાડ અને સંજાણ નજીક રેલ્વે ટ્રેકની આસપાસ મોટાપાયે જમીનનું ધોવાણ થયું છે.

સુરત જીલ્લામાં સોમવાર સવારથી જ મેઘરાજાના મંડાણ થયા છે. સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા હોવાના અહેવાલ છે. જીલ્લાના કામરેજમાં સોમવાર સવાર સુધીમાં સૌથી વધારે 90 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.

વરસાદના કારણે વલસાડ શહેરના કૈલાસ રોડ ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે. વલસાડ શહેરના વિસ્તારો જેવાકે મોગરાવાડીમોરારજી ચાલ, કેરી માર્કેટ, છીપવાડ વગેરે વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જીલ્લાના લગભગ બધા તાલુકાઓમાં સોમવારે વરસાદ નોંધાયો છે.