Not Set/ સમાજવાદી પાર્ટીએ વિધાનસભા પેટા ચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર, મુલાયમની પુત્રવધૂને ન મળી ટિકિટ

ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા પેટા-ચૂંટણીઓ માટે સમાજવાદી પાર્ટીએ શુક્રવારે બે બેઠકો માટે પોતાના ઉમેદવારોની ઘોષણા કરી હતી. પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉ કેન્ટથી મેજર આશીષ ચતુર્વેદીને ઉમેદવાર જાહેર કર્યા છે. વળી, કાનપુરની ગોવિંદનગર બેઠક પર સમાજવાદી પાર્ટીએ સમ્રાટ વિકાસને ઉમેદવાર જાહેર કર્યા છે. લખનઉ કેન્ટથી ગત વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ નાની પુત્રવધૂ અપર્ણા યાદવને […]

Top Stories India
pjimage 5 1 સમાજવાદી પાર્ટીએ વિધાનસભા પેટા ચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર, મુલાયમની પુત્રવધૂને ન મળી ટિકિટ

ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા પેટા-ચૂંટણીઓ માટે સમાજવાદી પાર્ટીએ શુક્રવારે બે બેઠકો માટે પોતાના ઉમેદવારોની ઘોષણા કરી હતી. પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉ કેન્ટથી મેજર આશીષ ચતુર્વેદીને ઉમેદવાર જાહેર કર્યા છે. વળી, કાનપુરની ગોવિંદનગર બેઠક પર સમાજવાદી પાર્ટીએ સમ્રાટ વિકાસને ઉમેદવાર જાહેર કર્યા છે. લખનઉ કેન્ટથી ગત વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ નાની પુત્રવધૂ અપર્ણા યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. જે ભાજપનાં રીટા બહુગુણાની સામે ચૂંટણીમાં હાર્યા હતા.

સમાજવાદી પાર્ટીએ શુક્રવારે તેના બે ઉમેદવારોનાં નામની ઘોષણા કરી હતી. પાર્ટીએ લખનઉ કેન્ટથી મેજર આશીષ ચતુર્વેદીને મેદાનમાં ઉતાર્યા છે. આપને જણાવી દઇએ કે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ મુલાયમની નાની પુત્રવધૂ અપર્ણા યાદવની ઘોષણા કરી હતી, પરંતુ તેઓ ભાજપનાં ડૉ. રીટા બહુગુણા જોશીથી હાર્યા હતા. ભાજપનાં રીટા બહુગુણા જોશીને કુલ 95,402 વોટ મળ્યા હતા, જ્યારે સમાજવાદી પાર્ટીનાં અપર્ણા યાદવને 61,606 વોટ મળ્યા હતા.

spp સમાજવાદી પાર્ટીએ વિધાનસભા પેટા ચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર, મુલાયમની પુત્રવધૂને ન મળી ટિકિટ

રાજ્યની 12 બેઠકોની પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધી 3 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. પાર્ટીએ ફિરોઝાબાદની ટૂંડલા વિધાનસભામાંથી મહારાજસિંહ ધનગર, બલહા (અનામત) બેઠક પરથી કિરણ ભારતી અને સહારનપુરનાં ગંગોહ વિધાનસભા મત વિસ્તારથી ચૌધરી ઇન્દ્રસેનને મેદાનમાં ઉતાર્યા છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર 21 ઓક્ટોબરે અહીં મતદાન થશે. 24 ઓક્ટોબરનાં રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.