Not Set/ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસુદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા પ્રસ્તાવ લવાયો હતો

દિલ્હી, જૈશ-એ-મોહમ્મદના ચીફ મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ યુએનની સિક્યોરિટી કાઉન્સીલે ફગાવતા ભારતની આશા પર પાણી ફરી વળ્યુ હતું.મસુદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાના પ્રસ્તાવનો ચીને વિરોધ કરતા તે રદ થઈ ગયો હતો.મસુદને આતંકી જાહેર કરવામાં ચીન ચોથી વાર વિઘ્ન બનીને ઉભું રહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદને આતંકી જાહેર કરવાની સુનાવણીમાં ચીને પોતાનો વીટો […]

Top Stories India Trending
makk જૈશ-એ-મોહમ્મદના ચીફ મસુદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા પ્રસ્તાવ લવાયો હતો

દિલ્હી,

જૈશ-એ-મોહમ્મદના ચીફ મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ યુએનની સિક્યોરિટી કાઉન્સીલે ફગાવતા ભારતની આશા પર પાણી ફરી વળ્યુ હતું.મસુદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાના પ્રસ્તાવનો ચીને વિરોધ કરતા તે રદ થઈ ગયો હતો.મસુદને આતંકી જાહેર કરવામાં ચીન ચોથી વાર વિઘ્ન બનીને ઉભું રહ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદને આતંકી જાહેર કરવાની સુનાવણીમાં ચીને પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરીને પ્રસ્તાવને રદબાતલ કરી દીધો છે.

યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં 26 ફેબ્રુઆરીએ ફ્રાન્સ,યુકે,યુએસ દ્વારા મસુદને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.આ કાઉન્સીલમાં ચીન સહિત 10 સભ્ય છે.કાઉન્સીલના સભ્યોમાંથી જેને વાંધો હોય તે 10 દિવસમાં તેમનો વાંધો રજૂ કરી શકે છે.

મસુદને આંતકી જાહેર કરવાના પ્રસ્તાવ સામે ચીને છેલ્લી ઘડીએ આની સામે તપાસનો સમય માંગ્યો છે.ચીને ટેકનીકલ હોલ્ડ મુકતા પ્રસ્તાવનો હાલ પૂરતો છેદ ઉડી ગયો હતો.

આ પ્રસ્તાવ ઉડી જતા ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેઓ નિરાશ થયા છે.પણ ભારતના નાગરિકો પર હુમલાઓ કરનાર ટેરરિસ્ટોને સજા મળે તે માટેના તમામ પ્રયત્ન કરીશું.

14 ફેબ્રુઆરીના દિવસે પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ દ્વારા લેવામાં આવી હતી.