surat news/ સુરતના ભેસ્તાન વિસ્તારમા પ્લાસ્ટિકના ડ્રમ માથી મળી લાશ

સુરતમાં ભેસ્તાન વિસ્તારમાંથી હવાનું જગ્યાથી એક પ્લાસ્ટિકનું ડ્રમ મળી આવ્યું હતું. પોલીસની શંકા જતા તપાસતા તેમાં કોઈ નો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 03T101411.847 સુરતના ભેસ્તાન વિસ્તારમા પ્લાસ્ટિકના ડ્રમ માથી મળી લાશ

સુરતમાં ભેસ્તાન વિસ્તારમાંથી હવાનું જગ્યાથી એક પ્લાસ્ટિકનું ડ્રમ મળી આવ્યું હતું. પોલીસની શંકા જતા તપાસતા તેમાં કોઈ નો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું અને કટરની મદદથી તેમને કાપતા તેમાંથી એક યુવતીનો મૃતદેહ નીકળ્યો હતો ખૂબ જ કૃતાથી પ્લાસ્ટિકના ડ્રમમાં ભરેલો આ યુવતીના મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

સુરતના ભેસ્તાન વિસ્તાર ની અવાવરું જગ્યા જેથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચક ચાર મચી જવા પામી છે.. મળતી વિગત અનુસાર સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતુ. આ ડ્રમ પોલીસની નજરે પડતા ડ્રમ ની અંદર લાશ હોવાની આશંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. આદમને કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી- સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવાઈ હોવાનું સામે આવ્યું હતું… ભારે ભરખમ ડ્રમ જ્યારે મળ્યું ત્યારે થોડું ખુલ્લું હતુ અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા.

પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતુ. પાંચ ફૂટના આ ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટની ટીમની મદદ લેવાઈ હતી. બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી. ભારે જહેમતે કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ-તબીબો સહિત સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ડ્રમ તોડાતા તેમાંથી અંદાજીત 30 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની લાશ ઊંધી ભરવામાં આવી હતી. યુવતીની લાશ જેમાંથી મળી છે, તે બાંધકામ સાઈટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતુ. ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઇડે અને પગ બહારની સાઇડે હતા. ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા, રેતી- સિમેન્ટ પણ ભરવામાં આવી હતી . આ ડ્રમ નું વજન 200થી 250 કિલોગ્રામ જેટલું હતું..યુવતીની હત્યા કરી લાશનો નિકાલ કરવામાં હત્યારાઓએ આચરેલી ટ્રીક જોઈ પોલીસ-તબીબો વિચારતા થઇ ગયા હતા. મોડીરાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા. ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધવાની સાથે જ્યાંથી ડેડબોડી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવવા દોડધામ કરી છે. પોલીસે સ્થાનિક વિસ્તારના લોકોના નિવેદન લેવાની કવાયત હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મહિલાને ગળે ટૂંપો આપી અને હત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે હાલ આ લાશનું પેનલ પીએમ કરવામાં આવશે હાલ આ લાશ કોની છે અને કોણ ત્યાં ફેંકી ગયું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત