Botad News/ બોટાદના ગેસ્ટ હાઉસના રૂમમાંથી યુવકની લાશ મળી

બોટાદના ગેસ્ટ હાઉસના રૂમમાંથી યુવકની લાશ મળી. ટાવર રોડ પર આવેલા યોગી ગેસ્ટ હાઉસમાં આ ઘટના બની છે. ગેસ્ટહાઉસમાં ઉતરેલા 37 વર્ષના યુવકે ઝેરી દવા પીધી છે. મૃતકનું નામ અશોક લીબડીયા હોવાનું સામે આવ્યું છે.

Gujarat Top Stories Others Breaking News

Botad News: બોટાદના ગેસ્ટ હાઉસના રૂમમાંથી યુવકની લાશ મળી. ટાવર રોડ પર આવેલા યોગી ગેસ્ટ હાઉસમાં આ ઘટના બની છે. ગેસ્ટહાઉસમાં ઉતરેલા 37 વર્ષના યુવકે ઝેરી દવા પીધી છે. મૃતકનું નામ અશોક લીબડીયા હોવાનું સામે આવ્યું છે.

હવે મૃતક અશોકે કયા કારણસર ઝેરી દવા પીધી છે તે કારણ હજી અકબંધ છે. ઘટનાની જાણ થવાના પગલે પોલીસ તાત્કાલિગ ગેસ્ટ હાઉસ પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની તપાસ આરંભી છે.

પોલીસ હવે આ યુવક ક્યાંનો હતો અને ક્યાંથી આવ્યો હતો તેની ચકાસણી કરી રહી છે. ગેસ્ટ હાઉસમાં રોકાવવા દરમિયાન તેણે આધાર કાર્ડ જેવો કોઈ પ્રમાણભૂત પુરાવો આપ્યો હતો કે નહીં તે પણ જોઈ રહી છે. આ ઉપરાંત મૃતકનું પાનકાર્ડ પણ હતું કે નહીં તે પોલીસ ચકાસી રહી છે. પોલીસ તેની પાસેના આ પ્રકારના સામાનના સથવારે મૃતકની ઓળખ કરશે.

તેના પછી પોલીસ મૃતદેહને તેના કુટુંબીજનોને સોંપી દેશે, પરંતુ હાલમાં તો પોલીસ માટે સ્થિતિ અંધારામાં તીર મારવા જેવી છે. પોલીસ મૃતક હવે ક્યાંનો રહેવાસી છે તે શોધી રહી છે. આ સિવાય મૃતકે આત્મહત્યા કેમ કરી તે પોલીસે શોધવાનું છે. તેની પાછળ કોઈ પ્રેમપ્રકરણ છે, વ્યાજખોરની ઉઘરાણી છે આ બધા એન્ગલથી પોલીસ તપાસ કરી રહી છે. આ માટે પોલીસે મૃતકનો મોબાઇલ ફોન પણ કબ્જે લીધો છે.

પોલીસને વિશ્વાસ છે કે મૃતકની કોલ ડિટેઇલના આધારે તેને કોઈ કડી મળી આવશે. તેના આધારે તે આગામી સમયમાં નક્કર કાર્યવાહી કરી શકશે. તેની સાથે તેની આત્મહત્યા પાછળના કારણની પણ ખબર પડશે. આ ઉપરાંત પોલીસે ગેસ્ટ હાઉસના સ્ટાફની પણ પૂછપરછ આદરી છે. તેને છેલ્લે ક્યારે જીવિત જોયો તે પણ પૂછ્યુ હતુ. તેના સામાનને પોલીસે તપાસાર્થે કબ્જામાં લીધો છે અને ગેસ્ટ હાઉસનો તે રૂમ સીલ કરી દીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસાે ખાઇ કરી આત્મહત્યા

આ પણ વાંચો: બોટાદમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા, સજોડે આત્મહત્યાની આશંકા

આ પણ વાંચો: રાજકોટમાં SRP જવાને સર્વિસ રાયફલથી આત્મહત્યા કરી