Gujarat News : 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. 05 અને 06એપ્રિલના રોજ રાજકોટ, ગોંડલ, જેતપુર અને પોરબંદરના પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા.૦૬ એપ્રિલ ૨૦૨૫, રવિવારના રોજ સવારે 06.00 વાગ્યે રોટરી ક્લબ દ્વારા આયોજિત આયોજિત 21 કી.મી.લાંબી ‘સાઈકલો ફન-2025’ તેમજ વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી.
ડૉ.માંડવિયા ૦૫ એપ્રિલ શનિવારના રોજ સાંજે 6.30 વાગ્યે હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે યોજનાર પ્રબુદ્ધ ગોષ્ઠી કાર્યક્રમમાં હાજરી આપશે. તા.06 એપ્રિલ રવિવારના વહેલી સવારે 6.00 વાગ્યે રાજકોટ રોટરી કલબ દ્વારા આયોજિત 21 કી.મી.લાંબી સાઈકલો ફન-2025 માં હાજરી આપશે. ત્યારબાદ સવારે 09 વાગ્યે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજ લેહરાવશે.
સવારે 10.00 વાગ્યે ડૉ. માંડવિયા ગોંડલ ગુંદાળા રોડ સરસ્વતી શીશુમંદિરના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત કરશે. બપોરે 12.00 કલાકે જેતપુર રામજીમંદિર ખાતે રામનવમી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી અને દર્શન કરશે. ત્યારબાદ 03.00 વાગ્યે પોરબંદર ખાતે ડીસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ક્રિકેટ પીચનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ તેઓ સાંજે 6.00 કલાકે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર વિશ્વવિખ્યાત માધવપુર મેળાના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો:ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સ્ટેમ્પ ડ્યુટી કચેરીના 2 અધિકારીઓ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:જંત્રીમાં વધારાના પગલે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો
આ પણ વાંચો:રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં અમદાવાદ સહિત પાંચ જિલ્લાઓનો સૌથી વધુ ફાળો
