Jammu Kashmir News : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આર્મીના એક જવાનનો મૃતદેહ સુરક્ષા દળોને મળ્યો હતો. ટેરિટોરિયલ આર્મીના આ જવાનના શરીર પર ગોળીઓના નિશાન મળી આવ્યા છે. જોકે કોઈએ આ આંતકવાદી હુમલા અંગે કશુ કહ્યું નથી. મૃત જવાનનું નામ હિલાલ અહેમદ ભટ હોવાનું જાણવા મળ્યું છે. તે અનંતનાગના મુખધામપોરા નૌગામનો રહેવાસી હતો. તે 8 ઓક્ટોબરના રોજ કોકરનાગના કાજવાન ફોરેસ્ટ વિસ્તારમાં મિલિટરી ઓપરેશનમાં ગયો હતો. આ દરમિયાન તે ગુમ થયો હતો.તેને શોધવા માટે સુરક્ષાદળોએ આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આજે તેનો મૃતદેહ અનંતનાગના સાંગલાનનાં જંગલોમાંથી મળી આવ્યો હતો. આ જવાન 4 વર્ષ પહેલાં ટેરિટોરિયલ આર્મીમાં જોડાયો હતો. તેના પરિવારમાં પત્ની, બે બાળકો અને માતા-પિતા છે.
અગાઉ સુરક્ષા દળોનાં સૂત્રોએ કહ્યું હતું કે આતંકવાદીઓએ અનંતનાગમાં 2 જવાનોનું અપહરણ કર્યું છે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બે ટેરિટોરિયલ આર્મીના જવાનોનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાંથી એક ભાગી જવામાં સફળ રહ્યો છે. આ પછી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.સરહદ પર સતત સર્ચ ઓપરેશન, 4 દિવસ પહેલાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઘૂસણખોરીના સમાચાર મળ્યા બાદ સુરક્ષાદળોએ 4 ઓક્ટોબરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન કુપવાડાના કેરન સેક્ટરમાં કરવામાં આવ્યું હતું. આ પછી 5 ઓક્ટોબરે સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા. તેમની પાસેથી દારૂગોળો મળી આવ્યો હતો. સરહદ પર આતંકવાદીઓની ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે.
બાલાપુરમાં 162-TAમાં તહેનાત હતો. બકરી ઈદના દિવસે તે પોતાના ઘરે ગયો હતો. અપહરણની સાથે આતંકવાદીઓએ જવાનની કારને પણ સળગાવી દીધી હતી. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો.શાકિરનું અપહરણ થયાના એક વર્ષ બાદ સપ્ટેમ્બર 2021માં કુલગામ જિલ્લામાંથી તેની લાશ મળી આવી હતી. તપાસ બાદ પોલીસે શાકીરના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેના પિતા મંજૂર અહેમદ વાગેએ કહ્યું હતું કે લાશની ઓળખ કર્યા પછી જાણવા મળ્યું કે તે તેનો પુત્ર શાકિર હતો.આ પહેલાં 28 સપ્ટેમ્બરે કઠુઆ જિલ્લાના બિલવર તહસીલના કોગ-મંડલીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ બશીર અહેમદનું મોત થયું હતું. એન્કાઉન્ટરના બીજા દિવસે એક આતંકવાદી માર્યો ગયો.
28 સપ્ટેમ્બરે કુલગામના અડીગામ દેવસર વિસ્તારમાં પણ એન્કાઉન્ટર થયું હતું. જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. ફાયરિંગમાં સેનાના ચાર જવાન અને કુલગામ એએસપી ઘાયલ થયા હતા.દક્ષિણ કાશ્મીરના ડીઆઈજી જાવિદ ઈકબાલ મટ્ટુએ ભાસ્કરને જણાવ્યું કે અડીગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. આ આતંકીઓમાંથી એક આકિબ અહેમદ શેરગોજરી બડગામના ચડુરાનો રહેવાસી છે. બીજો આતંકવાદી ઉમૈસ વાની છે, જે કુલગામના ચાવલગામનો રહેવાસી છે. બંને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા.27 સપ્ટેમ્બરે પોલીસે પુલવામાના અવંતીપોરામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જૈશ-એ-મોહમ્મદના 6 સાથીઓની ધરપકડ કરી હતી જેઓ યુવાનોને આતંકવાદની તાલીમ આપતા હતા. તેમની પાસેથી 5 IED, 30 ડિટોનેટર, IEDની 17 બેટરી, 2 પિસ્તોલ, 3 મેગઝીન, 25 રાઉન્ડ, 4 હેન્ડ ગ્રેનેડ અને 20,000 રૂપિયા રોકડા મળી આવ્યાં હતાં.
પોલીસે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાન સ્થિત કાશ્મીરી આતંકવાદીઓ એવા યુવાનોને શોધી રહ્યા છે જેમનું બ્રેઈનવોશ થઈ શકે. તપાસમાં સામે આવ્યું છે કે આતંકવાદીએ જેલમાં એક ઓવરગ્રાઉન્ડ વર્કરની મદદથી કેટલાય યુવાનોની ઓળખ કરી હતી જેમને અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકી હેન્ડલરોએ આ યુવાનોની મદદથી IED પ્લાન્ટ કરવા માટે કેટલીક જગ્યાઓ પણ પસંદ કરી હતી. હેન્ડલરે તે યુવકોને IED બનાવવા માટે પૈસા પણ આપ્યા હતા, જેથી તેઓ તેના માટે સામગ્રી લાવી શકે.
યુવાનોને પિસ્તોલ અને ગ્રેનેડ પણ આપવામાં આવ્યાં હતાં. યુવાનોને ટાર્ગેટ કિલિંગ, સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંકવા, જાહેર સ્થળો, બિન-કાશ્મીરી મજૂરો પર ગ્રેનેડ હુમલો અને IED વિસ્ફોટ જેવી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા સૂચના આપવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના છત્રુના નડગામ ગામના પિંગનાલ દુગ્ગાડા જંગલ વિસ્તારમાં 13 સપ્ટેમ્બરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. જેમાં બે જવાનો ઘાયલ થયા હતા.
13 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના કઠુઆના ખંડારામાં સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યાં છે.જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લાના ક્રેરીના ચક ટાપર વિસ્તારમાં 13 સપ્ટેમ્બરની રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બીજા દિવસે 14 સપ્ટેમ્બરે સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.
આ પણ વાંચો: પત્નીને જાહેરમાં થપ્પડ મારવી ગુનો નથી : જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ
આ પણ વાંચો: PoKને ગણાવી નેહરુની ઐતિહાસિક ભુલ, શું છે જમ્મુ કાશ્મીર આરક્ષણ બિલ 2023
