Not Set/ બોલવુડ એક્ટરએ ખોલી આ હોટલની પોલ, ખુદ વિડિયો બનાવી કર્યો શેર, જાણો

બોલિવુડ અભિનેતા રાહુલ બોઝ દ્વારા એક હોટલમાં મંગાવવામાં આવેલા કેળાનો વિડિયો આજ કાલ ચર્ચાનો વિષય બની ગયો છે. વિડિયોમાં કેળા નહી પણ તેના બિલને જોઇ તમે ચોંકી જશો. અહી રાહુલે હોટલમાં બે કેળા મંગાવ્યા હતા જેનુ બિલ 442 રૂપિયા આવ્યુ હતુ. ચમેલી, દિલ ધડકને દો, ઝનકાર બીટટ્સ અને પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સમાં એક્ટિંગ કરી ચુકેલા […]

Uncategorized
rahl bose બોલવુડ એક્ટરએ ખોલી આ હોટલની પોલ, ખુદ વિડિયો બનાવી કર્યો શેર, જાણો

બોલિવુડ અભિનેતા રાહુલ બોઝ દ્વારા એક હોટલમાં મંગાવવામાં આવેલા કેળાનો વિડિયો આજ કાલ ચર્ચાનો વિષય બની ગયો છે. વિડિયોમાં કેળા નહી પણ તેના બિલને જોઇ તમે ચોંકી જશો. અહી રાહુલે હોટલમાં બે કેળા મંગાવ્યા હતા જેનુ બિલ 442 રૂપિયા આવ્યુ હતુ.

rahul bose and banana બોલવુડ એક્ટરએ ખોલી આ હોટલની પોલ, ખુદ વિડિયો બનાવી કર્યો શેર, જાણો

ચમેલી, દિલ ધડકને દો, ઝનકાર બીટટ્સ અને પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સમાં એક્ટિંગ કરી ચુકેલા રાહુલ બોઝએ એક વિડિયો પોસ્ટ કર્યો છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો, જેમા તે 2 કેળા અને તેના બિલને બતાવતા નજરમાં આવી રહ્યા છે. રાહુલ બોઝ ચંડીગઢમાં પોતાની એક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે. શૂટિંગ દરમિયાન તે ચંડીગઢની જે ડબ્લ્યૂ મેરિયાટમાં રોકાયા હતા. તેમણે આ વિડિયોમાં પોતાનો રૂમ બતાવ્યો. સાથે બતાવ્યુ કે, તેમણે વર્કઆઉટ બાદ ખાવા માટે 2 કેળા ઓર્ડર કર્યા જેનું બિલ 442 રૂપિયાનું આવ્યુ. 2 કેળાનું બિલ જોઇ ગુસ્સે હોવાનું બતાવતા રાહુલ બોઝએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યુ કે આ વાતને માનવા માટે તમારે આ જોવુ પડશે. કોણ કહે છે કે ફળ ખતરનાક નથી હોતા? જરા આમને પુછો.

સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સાથે લોકો પણ આ વિડિયો જોઇ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઇ માર્કેટિંગ હેડ વિશે લખી રહ્યુ છે તો કોઇ કેળાને લઇને મજાક કરી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.