Not Set/ સોનાલી બેન્દ્રે બાદ બોલીવુડના આ હીરોની પત્નીને થયું બ્રેસ્ટ કેન્સર

મુંબઈ, થોડા સમય પહેલા બોલીવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને કેન્સર થયાના સમાચાર આવ્યા હતા જેના લીધે સૌ કોઈ ચોંકી ગયા હતા. હાલમાં જાણવા મળ્યું છે કે બોલિવુડ એક્ટર આયુષ્યમાન ખુરાનાની પત્નીને પણ કેન્સર છે.તે કેન્સરના શરૂઆતના સ્ટેજ પર જ છે, આને સ્ટેજ 0 કેન્સર કહેવામાં આવે છે. આયુષ્યમાનની પત્ની તાહિરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાના કેન્સર […]

Uncategorized
aayu સોનાલી બેન્દ્રે બાદ બોલીવુડના આ હીરોની પત્નીને થયું બ્રેસ્ટ કેન્સર

મુંબઈ,

થોડા સમય પહેલા બોલીવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને કેન્સર થયાના સમાચાર આવ્યા હતા જેના લીધે સૌ કોઈ ચોંકી ગયા હતા.

હાલમાં જાણવા મળ્યું છે કે બોલિવુડ એક્ટર આયુષ્યમાન ખુરાનાની પત્નીને પણ કેન્સર છે.તે કેન્સરના શરૂઆતના સ્ટેજ પર જ છે, આને સ્ટેજ 0 કેન્સર કહેવામાં આવે છે. આયુષ્યમાનની પત્ની તાહિરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાના કેન્સર વિશે ખુલાસો કર્યો છે.

Instagram will load in the frontend.

ઉલ્લેખનીય છે કે તાહિરા અને આયુષ્યમાનના લગ્ન 2011માં થયા હતા. પાંચ વર્ષ એક-બીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.

તાહિરા કશ્યપ એક લેખિકા છે, અને તેણે આઈ પ્રોમિસ નામનું એક પુસ્તક પણ લખ્યું છે.

પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટમાં કેન્સર વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી છે.

પોતાની હોસ્પિટલની તસવીર શેર કરતા તાહિરાએ લખ્યું છે કે, આ તસવીર તમને પરેશાન કરી શકે છે, પરંતુ આજ સાચુ છે. મને રાઈટ બ્રેસ્ટમાં DCIS (ડક્ટલ કાર્કિનોમા ઈન સિટૂ) થયો છે. હવે હું એન્જલિના જોલીનું હાફ ઈન્ડીયન વર્જન બની ગઈ છું.

વધુમાં તેમણે લખ્યું હતું કે શરૂઆતના ચરણમાં સ્તન કેન્સર થયાની ખબર પડી છે અને તેણે મેસ્ટેક્ટમી કરાવી છે. મેસ્ટેક્ટમીમાં સ્તનને પૂરી રીતે હટાવી દેવામાં આવે છે. જો કે આયુષ્યમાને કહ્યું કે, તાહિરા હાલમાં સ્વસ્થ્ય છે અને સર્જરી બાદ તેને હોસ્પિટલમાંથી છુટ્ટી મળી ગઈ છે.