Not Set/ બોલિવૂડ/ રિતિક-ટાઈગરની ‘War’ બોક્સ ઓફિસ પર કરી રહી છે ધમાલ, અહી ટ્રેન્ડ થઇ રહ્યો છે વિદ્યુત જામવાલ

બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘વૉર’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. 2 ઓક્ટોબરનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોને હજી પસંદ આવી રહી છે. વળી ફિલ્મ ‘વૉર’ ની કમાણી 300 કરોડને પાર કરી ગઈ છે, ત્યારબાદ ટ્વિટર પર આ ફિલ્મ વિશે ટ્વિટ કરવામાં આવી રહી છે, પરંતુ […]

Uncategorized
444906 lead બોલિવૂડ/ રિતિક-ટાઈગરની ‘War’ બોક્સ ઓફિસ પર કરી રહી છે ધમાલ, અહી ટ્રેન્ડ થઇ રહ્યો છે વિદ્યુત જામવાલ

બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘વૉર’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. 2 ઓક્ટોબરનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોને હજી પસંદ આવી રહી છે. વળી ફિલ્મ ‘વૉર’ ની કમાણી 300 કરોડને પાર કરી ગઈ છે, ત્યારબાદ ટ્વિટર પર આ ફિલ્મ વિશે ટ્વિટ કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ટ્વિટર પર ‘વૉર’ નહીં પણ ‘વૉર 2’ અને વિદ્યુત જામવાલ ‘ટોપ ટ્રેન્ડિંગ પર છે.

War Movie Official Trailer Hrithik Roshan vs Tiger Shroff 2 e1566896093317 બોલિવૂડ/ રિતિક-ટાઈગરની ‘War’ બોક્સ ઓફિસ પર કરી રહી છે ધમાલ, અહી ટ્રેન્ડ થઇ રહ્યો છે વિદ્યુત જામવાલ

હવે તમે તે વિચારી રહ્યા હશો કે ‘વૉર’એ 300 કરોડની કમાણી કર્યા પછી ‘વૉર 2’ અને ‘વિદ્યુત જામવાલ’ કેમ ટ્રેન્ડ કરી રહ્યાં છે, તો પછી આપને જણાવી દઈએ કે લોકો હવે ટ્વિટર પર ‘વૉર 2’ ની ચર્ચા કરી રહ્યા છે. અને આ ફિલ્મમાં લોકો વિદ્યુત જામવાલને રિતિક સાથે જોવા માંગે છે. આ બાબતને લઈને ટ્વિટર પર લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. કોઈનું માનવું છે કે ‘વૉર 2’ માં રિતિકની સાથે ટાઇગર હોવો જોઈએ, બીજી તરફ ટાઇગરને બદલે લોકો વિદ્યુત જામવાલને જોવાની ઇચ્છા રાખી રહ્યા છે.

Image result for war tiger and hrithik

જો કે ‘વૉર 2’ બનશે કે નહીં, તે ફક્ત સમય જ કહેશે, લોકોનાં પ્રતિસાદને જોતા, નિર્માતાઓનું ધ્યાન ચોક્કસપણે તેના પર જશે. આપને જણાવી દઈએ કે, યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ) દ્વારા નિર્મિત ‘વૉર’ 4000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. આ એક્શન થ્રિલર ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં રિતિક અને ટાઇગરનાં અભિનયને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં રિતિકની એન્ટ્રી પર સિનેમાઘરોમાં લોકોની સીટીઓનો અવાજ જાણે અચાનક જ શરૂ થઇ જાય છે. વળી બન્ને પોતાના ડાંસને લઇને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે બન્નેનું એક જ ફિલ્મમાં ડાંસ પરફોર્મન્સ લોકો માટે આકર્ષણનું સૌથી મોટુ કેન્દ્ર સાબિત થઇ રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.